ભાવનગરઃ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે. શરીરની કાળજી નહીં(eat in the heat)રાખવામાં આવે તો શરીરમાં પાણી ઘટવું અને ત્વચાને લગતી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ETV Bharatએ ડૉ. સલોની ચૌહાણ સાથે ખાસ વાતચીત કરીને ઉનાળામાં તડકો અને ગરમીથી કેવી રીતે બચી શકાય તેના ઉપાયો મેળવ્યા છે. ચાલો જાણીએ.
ઉનાળામાં ખાસ ત્વચા માટે શું લેવી પડશે કાળજી - ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ ભાવનગરમાં( take care of children in the heat)થઈ ગયો છે. ભાવનગર છેલ્લા ચાર દિવસમાં ગરમીનો પારો વધ્યો છે. 36 બાદ ધીરે ધીરે ચાર દિવસે 39.5 એટલે 40 પર પોહચ્યો છે. રસ્તાઓ પર સુમસાન માહોલ બપોર થતાની સાથે થવા લાગે છે. ડૉ સલોની ચૌહાણએ જણાવ્યું હતું કે ગરમી વધી રહી છે ત્યારે સૌ પ્રથમ સ્કિન એટલે ત્વચાની સુરક્ષા રાખવી( Skin Care tips) જરૂરી છે. બહાર નીકળતા શરીરને પાતળા કપડાથી ઢાંકીને નીકળવું જોઈએ. બાળકોને બપોરના સમયે કે વૃદ્ધોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચોઃ ખોરાક અને પીણા જાતીય સ્વાસ્થ્યમાં કઈ રીતે ફાળો આપે છે
ગરમીમાં શું લેવો જોઈએ ખોરાક - તપતો તડકો અને ગરમી દરેકના ખોરાક પર(Take care skin in the heat) સીધી અસર પડે છે. ઉનાળામાં બને ત્યાં સુધી નારિયેળ પાણી, તરબૂચ, કાકડી, ટમેટા, કોબી જેવા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ. ત્વચા માટે ખાસ નારંગી અને મોસંબી કે લીંબુ પાણીનો વધારો રાખવો હિતાવહ છે. ડુંગળી અને કાચી કેરીનો મુરબ્બો કરવો જોઈએ. સૂકા મેવામાં જોઈએ તો કાળી દ્રાક્ષ, અંજીર પલાળેલા, દરેક લીલીભાજી જેમકે પાલક, તાંજળીયો લેવા જોઈએ.
બાળકો અને વૃદ્ધો માત્ર આખરે શું કાળજી જરૂરી - બાળકો કાળઝાળ ગરમીમાં પણ રમત રમતા હોઈ છે અથવા પ્રવૃતિશીલ રહે છે. પ્રવૃતિશીલ રહેવાથી શરીરની પાણીની માત્રા ઘટે છે. ઉનાળામાં દરેકની પાચનશક્તિ પણ નબળી હોઈ છે. આ ગાળામાં બાળકોને ઘરની કેન્ડી, આઈસ્ક્રીમ, નારિયેળ પાણી કે નારંગી જ્યુસ આપવા જોઈએ. વૃદ્ધોએ ખાસ કરીને ડાયાબીટીસ વાળા દર્દીઓને ભોજન ઓછું લેવું જોઈએ. આ સિવાય ઘરે દૂધમાં કેળા નાખીને અન્ય ફળો ગમતા રાખીને આઈસ્ક્રીમ બનાવીને ખાવા જોઈએ.આ સિવાય ફ્રુટ સલાડ, દહીં, છાશ, પાઈનેપલ કે કેળાનું રાઇતું લેવું જોઈએ.
ઉનાળામાં આ ભોજનમાં લેવાનું ટાળો - ભાવનગર શહેરમાં કાળઝાળ ગરમીને પગલે હવે ખોરાક બદલવાનો સમય આવ્યો છે. ગરમીમાં ભોજન પર ખાસ કાળજી રાખવી પડે છે. ગરમીમાં ખાસ કરીને કેટલીક વસ્તુઓ ખાવાની બંધ કરવી જોઈએ. પાપડ, અથાણાં, તળેલું, સ્પાઈસી અને તીખું આ બધા પ્રકારની ખાદ્ય ચિઝો લેવાનું હવે ટાળવું જોઈએ. ન્યુટ્રીશનની ઉનાળાની પ્રક્રિયા અલગ હોવાથી ડોકટરની સલાહ લઈને ગરમીમાં ખોરાક નક્કી કરવો હિતાવહ છે.
આ પણ વાંચોઃ ભારતીય સંસ્કૃતિ જ વિશ્વ રોગમુક્ત સંસ્કૃતિ છે