- ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનની 10 હજાર લીટર ટેન્ક
- સંપૂર્ણ સર ટી હોસ્પિટલ સેન્ટ્રલ લાઈનથી સજ્જ
- નવું સાત માળનું બિલ્ડીંગ તેમજ બર્ન્સ વોર્ડ કોરોના વોર્ડમાં તબદીલ ભાવનગર
ભાવનગર: ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનને લઈને સંપૂર્ણ વ્યવસ્થા હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. આખી સર ટી હોસ્પિટલ સેન્ટ્રલ લાઈનથી સજ્જ છે અને ત્રણ ટેક્નિકલ ટીમો કાર્યરત હોવાનું જણાવ્યું છે, જો કે રોજ ત્રણ વખત ઓક્સિજન ટેન્કને રીફલિંગ કરવામાં આવે છે પણ બે દિવસથી સર ટી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મીડિયાને પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03oxyzensthitiavchirag7208680_22042021195829_2204f_1619101709_615.jpg)
સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનની સ્થિતિ
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, સ્કિન વિભાગ, નવું સાત માળનું બિલ્ડીંગ તેમજ બર્ન્સ વોર્ડ કોરોના વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈનો છે અને હોસ્પિટલના પટાંગણમાં 10 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે, સાથે જ લીક્વિડ ઓક્સિજનની 12 ટેન્ક છે. હોસ્પિટલમાં ટેક્નિકલ ખામી આવી હોવાનું સામે નથી આવ્યું પણ આક્ષેપો ઓક્સિજન લેવલ ઓછું થયાના કરવામાં આવ્યા છે. રોજનું 20 ટન ઓક્સિજનની હાલ જરૂર પડી રહી છે.
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03oxyzensthitiavchirag7208680_22042021195829_2204f_1619101709_733.jpg)
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03oxyzensthitiavchirag7208680_22042021195829_2204f_1619101709_1007.jpg)
મીડિયાને પ્રતિબંધ વોર્ડમાં અને હોસ્પિટલના સત્તાધીશોના જવાબ
હાલમાં ભાવનગરમાં થોડા દિવસ પહેલા 7 જેટલા મોત ઓક્સિજન દબાણ ઓછું થવાથી મૃત્યુ થયાની ચર્ચાનો તંત્રએ ખુલાસો કર્યો હતો. ઓક્સિજન માટે એલાર્મ વ્યવસ્થા હોવાનું હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું છે. એલાર્મ વ્યવસ્થા એવી છે કે ઓક્સિજન લાઇન લીકેજ કે પ્રેશર ઘટે એટલે એલાર્મ વાગે છે તેથી ઓક્સિજનના પગલે મૃત્યુ થયાના આક્ષેપો પાયાવિહોણા છે ઓક્સિજન લાઇન હોવા સાથે ઓક્સિજન બોટલો પણ રાખવામાં અહીં છે. ઇમરજન્સીમાં જરૂર ઉભી થાય તો દર્દીને આપી શકાય.
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03oxyzensthitiavchirag7208680_22042021195830_2204f_1619101710_654.jpg)
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03oxyzensthitiavchirag7208680_22042021195830_2204f_1619101710_11.jpg)
આ પણ વાંચો: સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ