ETV Bharat / city

Pre Monsoon Work: ભાવનગરમાં પ્રિ-મોન્સૂન પાછળ 25 લાખ ખર્ચવા છતાં ગટરો ખુલ્લી!

author img

By

Published : Jun 23, 2021, 1:46 PM IST

ભાવનગર મહાનગરપાલિકા હેઠળ સમગ્ર શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે છે અને ચોમાસા પહેલા ગટરના ઢાંકણાઓ, ગટર સાફ કરવી અને સ્ટ્રોમ લાઈનોને સાફ કરવા માટે આશરે 25 લાખ વાપરવામાં આવે છે. તેમ છતાં ETV bharatએ રિયાલિટી ચેક કરીને સ્થળ પર તપાસ કરતા ગટરના ઢાંકણા ઘણા સ્થળ પર ન હતા. આગામી સમયમાં આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળશે અને સ્થિતિ ગંભીર બની શકે છે.

ભાવનગરમાં પ્રિ-મોન્સૂન પાછળ 25 લાખ ખર્ચવા છતાં ગટરો ખુલ્લી!

  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કયાંક ઢાંકણા તૂટેલા તો કયાંક ગટરો ખુલ્લી
  • ફરિયાદના આધારે ડ્રેનેજ વિભાગ નાખે છે ઢાંકણા 13 વોર્ડમાં
  • દર વર્ષે 25 લાખ પ્રિ-મોન્સૂન કામગીરી (Pre Monsoon Work)માં ખર્ચ કરવા છતાં ક્યાંક હાલાકી

ભાવનગર: ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને રસ્તા ઉપર ખુલ્લા ગટરના ઢાંકણાઓ ક્યાંક અકસ્માતને નોતરી રહ્યા હોય તેમ લાગે છે શહેરમાં પથરાયેલી ડ્રેનેજ લાઈનમાં આશરે 6,500 કરતા વધુ ઢાંકણાઓ આવેલા છે. ચોમાસામાં મહાનગરપાલિકા ડ્રેનેજને લઈને કેટલી સતર્ક છે. તેના માટે ETV bharatએ રિયાલિટી ચેક કરીને સ્થળ પર તપાસ કરતા ગટરના ઢાંકણા ક્યાંક ન હતા. તો ક્યાંક ઢાંકણા હોવા છતાં ગટરના મોઢામાં ઉભા કરી દેવામાં આવ્યા હતા. અધિકારીનું કહેવું છે કે, ફરિયાદ મળે તેમ ઢાંકણા બદલવામાં આવે છે.

ભાવનગરમાં રસ્તાઓ ઉપર અને ગલીઓમાં ગટરના ખુલ્લા ઢાંકણા

ભાવનગર મહાનગરપાલિકા હેઠળ સમગ્ર શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે છે અને ચોમાસા પહેલા ગટરના ઢાંકણાઓ,ગટર સાફ કરવી અને સ્ટ્રોમ લાઈનોને સાફ કરવા માટે આશરે 25 લાખનો ધુમાડો કરાય છે ત્યારે ETV bharat એ શહેરમાં ગટરના રસ્તા અને ગલીમાં ખુલ્લા ઢાંકણાને લઈને રિયાલિટી ચેક કર્યું હતું જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લાખોના ધુમાડા બાદ કેટલાક દ્રશ્યો મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભો જરૂર કરે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં સેક્ટર 5માં છેલ્લા એક અઠવાડિયાથી ગટરો ઉભરાવાની સમસ્યા

ETV bharat એ કર્યું કેટલાક વિસ્તારમાં રિયાલિટી ચેક અને શું આવ્યું સામે

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની પ્રિ-મોનસુન કામગીરી (Pre Monsoon Work)ને ચેક કરવા રિયાલિટી ચેક કર્યું હતું. સૌ પ્રથમ ETV bharat એ વિસ્તારમાં ગયું જ્યાં એકથી બે ઇંચમાં પાણીનો દરિયો થઈ જાય છે. હા વૈશાલી ટોકીઝ વિસ્તારમાં ચેક કરતા લાઈનમાં ત્રણ ડ્રેનેજના ઢાંકણા હતા તો ક્યાંક ન હતા. ઢાંકણા અડધા ખોલીને ફસાવી દેવામાં આવ્યા હતા તો ક્યાંક તૂટી ગયા હોવાથી એક તરફ મૂકી ગટર ખુલ્લી રાખવામાં આવી હતી. આ જ વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાય છે અને જો કોઈ તે તરફથી ચાલે તો જરૂર ખાબકે ગટરમાં તે નક્કી છે તેવી રીતે કેટલાક વિસ્તારમાં ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા તેમાં દેસાઈનગર વિસ્તાર તો ક્યાંક ઢાંકણા નવા નાખેલા પણ જોવા મળ્યા હતા.

અધિકારીએ શું કહ્યું ખુલ્લા ગટરના ઢાંકણાઓને પગલે

ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારી આર જી પરીખ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ડ્રેનેજ વિભાગમાં રોજની 200 ફરિયાદો હોય છે તેમ ક્યાંક તૂટેલા ઢાંકણાની પણ હોઈ છે ત્યારે ફરિયાદ પ્રજા કે નગરસેવક તરફથી મળે એટલે ઢાંકણા બદલી નાખવામાં આવે છે હજુ સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી કે ગટરમાં કોઈ પડ્યું હોય. જોકે, મહાનગરપાલિકા પાસે કુલ કેટલા ઢાંકણા બદલ્યા તેનો તાત્કાલિક હિસાબ ના મળે પણ દસ દિવસમાં હિસાબ અપાઈ શકીએ પણ હાલ મોટા ભાગે ફરિયાદના આધારે તાત્કાલિક 13 વોર્ડમાં ઢાંકણા બદલવામાં આવે છે.

આ પણ વાંચો: ગાંધીબજારમાં 3 લોકો ગટરમાં ખાબક્યા બાદ તંત્ર જાગ્યું, બેરીકેટ લગાવવામાં આવ્યા

આ પહેલા ગાંધીનગરમાં ગટરો ઉભરાવાની સમસ્યા આવી હતી સામે

આ પહેલા ગયા અઠવાડીયે ગાંધીનગરમાં ગટરો ઉભરાવાની સમસ્યા આવી સામે હતી. ગાંધીનગરમાં સેક્ટર 5માં છેલ્લા અઠવાડિયાથી ગટરો ઉભરાવાની સમસ્યા વધી હતી. જોકે, વરસાદના કારણે આ સમસ્યા વધુ વકરી હતી. જેથી ગટરો ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા સેક્ટર 5 વસાહત મંડળે તંત્રને લેખિતમાં જાણ પણ કરી હતી. આ પ્રકારની ગંદકીથી બિમારી પેદા થવાની શક્યતા રહેલી છે. જેથી તંત્રને જાણ કરવા છતાં તેનું નિરાકરણ આવ્યું ન હતુ.

તંત્રને બેથી ત્રણ વાર લેખિત ફરિયાદ કરવા છતાં નિકાલ કરવામાં આવ્યો નથી

આ બાબતે સ્થાનિક વસાહતીઓ દ્વારા પાટનગર યોજના ભવન તેમજ સેકટર 3 સુવિધા કચેરીમાં બેથી ત્રણ વાર લેખિત ફરિયાદ કરવા છતાં નિકાલ કરવામાં આવ્યો ન હતો. સંબંધિત કમૅચારીઓ અધિકારીઓ સ્થળ મુલાકાત પણ કરી ન હતી. આ મકાનોની આગળની તમામ જાહેર રોડ પરની ગટરો ભરાઇ જવાથી ચોકપ થઈ ગટરનું ગંદુ પાણી પાછા આવે છે. જેના કારણે ચોકડી અને મકાન અંદર ગટરો ઉભરાય છે. ગરમીમાં મકાન આગળની ચોકડીની ગટરો ઉભરાવાને કારણે સતત દુર્ગંધને લીધે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. એક તરફ કોરોના છે અને બીજી તરફ આવી ગટરોની સમસ્યા છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળશે અને સ્થિતિ ગંભીર બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.