ભાવનગરઃ "મારે મન બાળક" આ શબ્દ દરેક સિનિયર સિટીઝનના મનમાં ચાલતો હોય છે. વૃદ્ધ અવસ્થામાં શરીર અને મન બંનેને સાચવવા પડે છે, માટે બાળક જેવું મન હોવું જરૂરી હોઈ છે. ભાવનગરમાં સવારમાં શરીર સાચવવા નીકળતા વૃદ્ધોનું લોકડાઉનમાં કસરતનું કાર્ય બંધ હતું ઘણી મુશ્કેલી વેઠતા વૃધ્ધો સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી અનલોકના વાતાવરણ વિશે મત જાણ્યો હતો.
વિશ્વમાં આવેલી કોરોના મહામારીએ લોકડાઉન શુ તેની સમજણ લોકોમાં વિકસાવી દીધી અને ઇમરજન્સી કોને કહેવાય તેનું ટ્રેલર બતાવી દીધું છે, ત્યારે લોકડાઉનમાં સૌથી વધુ મુશ્કેલી બાળકો અને તેનાથી વધુ મુશ્કેલી વૃદ્ધોને પડી છે. જિંદગીના છેલ્લા ચરણમાં વૃધ્ધો રમી નથી શકતા કે નથી કોઈ કામ કરી શકતા છતા જીવવા શરીર સ્વસ્થ રાખવું અને મનને મત રાખવા ગામનો ચોરો કે બગીચા સર્કલ શહેરોમાં તેમનું સ્થળ હોઈ છે. લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા વૃદ્ધ વિહે અનલોક છે, ત્યારે તેની મનોસ્થિતિ અમે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
વૃદ્ધા અવસ્થા એવી પરિસ્થિતિ છે કે મનુષ્યને તેના દિવસો કાઢવા કઠિન બની જાય છે, લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા વૃદ્ધોને સવારમાં શરીર સ્વસ્થ રાખવા કસરત કરવી જરૂરી હોય છે. ત્યારે ભાવનગરમાં સર્કલોમાં આવતા વૃદ્ધોને લોકડાઉનમાં શુ કરવું તેની સમજ ન હતી પડતી, છતાં બહાર નીકળતા પોલીસના કડવા અનુભવો થયાનું જણાવ્યું હતું. ઘરમાં કશું કરી શકતા ન હતા બેસી રહેવું પડતું હતું કે ના મન હળવું કરવા પોતાની ઉંમરના લોકો મળવાથી વિચારવાયું જેવા પ્રશ્નો ઉભા થયા હતા લોકડાઉનમાં કંટાળાની ચારસીમાને તેઓ આંબી ગયાનું ETV BHARATને જણાવ્યું હતું.
વૃદ્ધા અવસ્થામાં બહાર નીકળવાનું મન ઘણું હતું એક તરફ ઘરમાં કંટાળો અને બહાર કોરોનાના ભય વચ્ચે વૃધ્ધોની દશા કફોડી બની ગઈ હતી. અનલોકમાં વૃદ્ધો હવે સવારમાં બહાર નીકળી રહ્યા છે અને કોરોનાના ભય વચ્ચે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને જીવન વિતાવી રહ્યા છે.