સ્મશાનમાં લાકડાની અછત તો ટ્રસ્ટીએ કહ્યું આવી રહયા છે લાકડા
લાકડાંઓ ખાલી થતાં મૃતકોના સ્વજનોમાં રોષ ફેલાયો
હાલમાં લાકડાનું કોઈ દાન કરતું નથી
ભાવનગરમાં કુંભારવાડામાં આવેલ મોક્ષ મંદિરમાં લાકડાંની અછત
ભાવનગર : કુંભારવાડા મોક્ષ મંદિરમાં આજના દિવસમાં લેવાયેલા મૃતદેહને પગલે લાકડાઓ ખૂટી જવાથી મૃતકના પરિવારજનોએ અંતિમ પગથિયાંમાં મનુષ્ય માટે વ્યવસ્થાઓ રહી નથી તેવા આક્ષેપ કર્યા હતા ત્યારે ટ્રસ્ટીએ કહ્યું એક મૃતદેહ માટેના લાકડાની વ્યવસ્થા હતી પરંતુ પરિવાર જનોને જોઈ તેવા લાકડા ન હોવાનો આક્ષેપો છે. જો કે ટ્રકો મંગાવ્યા છે અને લાકડાઓ આવી રહ્યા છે એક દિવસમાં લાકડાઓ આવી જશે.
ભાવનગરમાં કુંભારવાડામાં આવેલ મોક્ષ મંદિરમાં લાકડાંની અછત મોક્ષ મંદિરમાં લાકડાંની અછતથી અંતિમવિધિમાં વિલંબ
ભાવનગરના કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે લાકડાની અછત થતા મૃતકોના સ્વજનોઓમાં રોષ ફેલાયો હતો. આજે સવારે મોક્ષ મંદિર ખાતે અલગ અલગ બે મૃતદેહને અંતિમવિધિ માટે લઈ આવી પહોંચ્યા હતા, પરંતુ મોક્ષ મંદિરમાં લાકડાંઓ ન હોવાને કારણે અંતિમવિધિમાં કલાકો સુધી વિલંબ થયો હતો.જોકે મૃતકના સગા સંબંધીઓ દ્વારા લાકડા બહાર થી લાવી મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી
લાકડાં ન હોવાને કારણે મૃતકોની અંતિમ વિધિમાં વિલંબ મૃતકના સગાના આક્ષેપો શું રહ્યામૃતકના સ્વજનો દ્વારા મોક્ષ મંદિર ટ્રસ્ટીઓમાંથી અરવિંદભાઈ પરમાર સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હું ,બહાર છું તમે તમારી રીતે લાકડાં એકઠા કરી લ્યો, ટ્રસ્ટીઓ દ્વારા આવો જવાબ અપાતા લોકોની સ્વજનોમાં નારાજગી ફેલાઈ હતી.ભાવનગરના પૂર્વ મેયર સાથે પણ મૃતકના સ્વજનોએ વાત કરી હતી. ત્યારે મેયરે જણાવ્યું હતું કે, હું ટ્રસ્ટીઓ સાથે વાત કરું છું. જો કે કોઈપણ આગેવાનો દ્વારા લાકડાની વ્યવસ્થા ઉભી કરાઈ ન હતી અને અંતે સ્વજનોએ જાતે જ લાકડાની વ્યવસ્થા કરી અને અંતિમવિધિ કરાઈ હતી.
મોક્ષ મંદિરના ટ્રસ્ટીએ લાકડા બાબતે આપ્યો જવાબકુંભારવાડા મોક્ષ મંદિરના ટ્રસ્ટી કોંગ્રેસના નગરસેવક અરવિંદભાઈ પરમાર છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં લાકડાનું કોઈ દાન કરતું નથી. ત્યારે ટ્રસ્ટ દ્વારા લાકડાની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં મૃતકના સગાએ જે આક્ષેપ કર્યો કે લાકડા નથી. તો તેવું નથી લાકડા એક મૃતદેહના અગ્નિસંસ્કાર પૂરતા તો છે પણ તેમને જોઈએ તેવા લાકડા નથી એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે જો કે મોક્ષ મંદિર વર્ષના એક સાથે લાકડા મંગાવતા હોઈ છે અને ટ્રક હાલ આવી રહ્યા છે અને રસ્તામાં છે ત્યારે કાલના દિવસમાં સંપૂર્ણ વ્યવસ્થા હશે.