- ભાવનગરની નાનકડી રુચા ત્રિવેદીએ યોગમાં બાજી મારી
- રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રુચા અને તેના સાથીદારે પ્રથમ સ્થાન મેળવ્યું
- આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે રુચા
ભાવનગર: ભાવનગર (Bhavnagar)ની નાનકડી રુચા ઓમભાઈ ત્રિવેદી 9 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે. 11 વર્ષેની વયે રાજ્યની યોગ સ્પર્ધા (Yoga Competition)માં ભાગ લઈને રુચા અને તેની સાથીદારે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેને લઈને તેનો પરિવાર અને શાળા ગૌરવ અનુભવી રહી છે.
યોગા સ્ટેટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું
ભાવનગર કલાનગરી યોગ ક્ષેત્રે પણ કલાનું પ્રદર્શન કરવામાં પાછળ રહ્યું નથી. ભાવનગરનું ગૌરવ એવી 11 વર્ષીય રૂચા ઓમભાઈ ત્રિવેદીએ યોગા સ્ટેટ ચેમ્પિયનશિપ (Yoga State Championship)માં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને યોગ ક્ષેત્રે રમશે.
રૂચા-યજુર્વિની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
રુચા ત્રિવેદીએ 16-18 ઓક્ટોબર દરમિયાન કાયાવરોહણ ખાતે #NYSF અંતર્ગત યોજાયેલી રાજયકક્ષાની ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2021માં ભાગ લીધો હતો. તેણે યોગગુરુ રેતુભા ગોહિલના કોચિંગ તથા યોગા કોચ મેહુલભાઈ મારફતે નેશનલ પ્લેયર લક્ષ્મી દીદી, યોગા ક્વીન ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ રિધમિક યોગામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રૂચા-યજુર્વિની જોડીએ પ્રથમ ક્રમાંક મળવ્યો હતો. રૂચા-યજુર્વિની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે.
હરિદ્વાર ખાતે ખેલો ઇન્ડિયામાં નેશનલ રમશે
ઋચા હવે 25 નવેમ્બરથી દિલ્હી ખાતે નેશનલ કેમ્પમાં જશે અને હરિદ્વાર ખાતે ખેલો ઇન્ડિયામાં નેશનલ લેવલે રમશે. ભાવનગરની નાનકડી રૂચાએ 9 વર્ષની ઉંમરે ભારતનું પ્રતિનિધિત્વ કરી બાંગ્લાદેશ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રૂચા યોગા સાથે જીમનાસ્ટિક પણ રમે છે. આ ચેમ્પિયનશિપમાં રાજ્ય અને દેશના યોગા એસોસિએશનના પદાધિકારીઓ, યોગ ગુરુઓ, રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી તમામ યોગ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો
આ પણ વાંચો: પાલીતાણામાં મોબાઈલ ઉધાર નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ