ભાવનગરઃ કોરોના વાઈરસની અસર એવી થઈ કે, લોકો ઘરમાં પુરાઈ ગયા અને પ્રાણીઓ શહેરને ઘર બનાવવા લાગ્યા હોઈ તેવા દ્રશ્યો સર્જવા લાગ્યા છે. પ્રાણીઓ શહેરમાં આવતા પુરવાર થાય છે કે, લોકડાઉનને પગલે રસ્તાઓ સુમસામ બન્યા છે. જેને પગલે ભાવનગરમાં હવે પ્રાણીઓ આવી રહ્યા છે.
રોઝ મહાકાય ઘોડા જેવી ઊંચાઈ વાળું હોવાથી તેને પકડવું મુશ્કેલ બને છે ત્યારે સોસાયટીમાં આમતેમ ફરતા રોઝને જોવા માટે લોકોના ટોળા રસ્તાઓ પર આવી ગયા હતા.
વર્ષો પછી લોકો બહાર નીકળ્યા હોય તેમ પોતાની સોસાયટીમાં ઘરના દરવાજે જોવા મળતા હતા. સોસાયટીઓમાં રોઝએ લોકોને મનોરંજન કરાવ્યું હતું. 6 દિવસના લોકડાઉનનો માનસિક થાક ઉતારી દીધો હોય તેમ લોકોના ચેહરા પરથી પ્રતિત થતું હતું.