ETV Bharat / city

દેશભરમાં PM મોદીના કાર્યક્રમમાં આ કલાકારો સંસ્કૃતિની કરાવે છે ઝાંખી - PM Modi visit to Bhavnagar

ભાવનગરમાં વડાપ્રધાન મોદીની રોડ શોમાં ગુજરાતની (PM Modi Gujarat visit) આઠ સંસ્કૃતિની કૃતિઓ રજૂ થવાની છે ત્યારે ETV BHARAT એ છોટા ઉદેપુરના કલાકારો સાથે રાઠવા નૃત્ય વિશે વાતચીત કરી હતી. (Bhavnagar PM Modi)

દેશભરમાં PM મોદીના કાર્યક્રમમાં આ કલાકારો સંસ્કૃતિની કરાવે છે ઝાંખી
દેશભરમાં PM મોદીના કાર્યક્રમમાં આ કલાકારો સંસ્કૃતિની કરાવે છે ઝાંખી
author img

By

Published : Sep 29, 2022, 3:58 PM IST

ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરનાં (PM Modi Gujarat visit) મહેમાન બન્યા છે. ત્યારે ભાવનગર એરપોર્ટ પરથી સભા સ્થળ જવાના જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શોમાં કૃતિઓ રજૂ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોમાં આઠ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી રજૂ કરાઇ રહી છે. ભવાઈ, રાસ, ગરબા, હુડો, ડાંગી-નૃત્ય, પપેટ-શો સહિતના કાર્યક્રમો રોડ શોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. (Bhavnagar PM Modi)

દેશભરમાં PM મોદીના કાર્યક્રમમાં આ કલાકારો પોતાની પાથરે છે કળા

કઈ કઈ કૃતિઓ થઇ રજૂ રોડ શોમાં ભવ્ય રોડ શો મહિલા કોલેજ સર્કલથી શરૂ કરી રૂપાણી (PM Modi program in Bhavnagar) સર્કલ સુધી યોજાયો હતો. જેમાં મહિલા કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ સોંગ પર કથક ડાન્સ, યશવંતરાય પાછળનો ગેટ ખાતે ભુંગળ, કાંસી, દોકળ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ભવાઇ રજૂ કરવામાં આવી છે. તો ઘોઘા સર્કલ અખાડા પાસે તરણેત્તરનો રાસ તેમજ ઘોઘા સર્કલ મશહૂર જ્યુસ સામે પિરામિડ સાથે રાઠવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. (PM Modi visit to Bhavnagar)

કલાકારો
કલાકારો

215 જેટલા કલાકારો ઘોઘા સર્કલ પાસે ગુજરાત વંદે માતરમ ગીત પર કલાપથ સંસ્થા અને નિપાબેન ઠક્કરનું ગ્રુપ નૃત્ય, ઘોઘા સર્કલ મીઠાવાળાનાં બંગલા પાસે પઢાર નૃત્ય મંજીરાં અને કાશીજોડા સાથે રજૂ કરી રહ્યા છે. આ ઉપરાંત રૂપાણી સર્કલ ખાતે માંડવડી ગરબા અને રાસ તેમજ રઠવાના ઢોલનાં તાલે ચિત્તાની પ્રતિકૃતિમાં ડાન્સ અને પપેટ શો યોજાયો હતો. સંસ્કૃતિ કાર્યક્રમોમાં કલાપથ સંસ્થાના 215 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે. જેના માટે કલાપથ સંસ્થાના કુશલ દીક્ષિતે જહેમત ઉઠાવી છે. (PM Modi road show in Bhavnagar)

સંસ્કૃતિની કરાવે છે ઝાંખી
સંસ્કૃતિની કરાવે છે ઝાંખી

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.