- ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વકરતી પરિસ્થિતિ
- તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટની સંખ્યામાં કરાયો વધારો
- રેમિડેસિવિર ઈન્જેક્શનની કિંમતમાં કરાયો ઘટાડો
ભાવનગર: શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં રોજના 25થી પણ વધારે કેસ નોંધાતા મહાનગરપાલિકાએ રેપિડ ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. આ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. આ સાથે રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
કોરોનાનાં અન્ય સમાચાર:
- અમદાવાદના GTU કેમ્પસમાં કોરોના વિસ્ફોટ
- ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ : 17 કર્મચારીઓ પોઝિટિવ
- હરિદ્વારમાં કોરોના બોમ્બ ફૂટ્યો, ગીતા કુટિરમાં 32 કેસ સામે આવ્યા
વધતા કેસને લઈને તંત્ર દ્વારા ક્યા પગલાઓ લેવાયા?
ભાવનગર શહેરમાં વધી રહેલા કેસને લઈને મહાનગરપાલિકા સફાળી જાગી ગઈ છે. 5 જેટલા જાહેર સ્થળો પર કરવામાં આવતા રેપિડ ટેસ્ટમાં વધારો કરીને આજે 30 માર્ચે 10 સ્થળો પર રેપિડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જ્યારે રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો કરાવવામાં આવ્યો છે. આશરે 5 થી 6 હજારની કિંમતના આ ઇન્જેક્શનના ભાવ ડ્રગ એસોસિયેશન સાથે મળીને 1600ની આસપાસ કરાવ્યા છે અને રસીકરણની પ્રક્રિયાને પણ વેગ આપવામાં આવ્યો છે.