- ઘોઘાના નેસવાડ ગામની મારામારીમાં હત્યા
- કોર્ટમાં કેસ ચાલતા આરોપીને સજા
- પોસ્કો હેઠળ એકને 10 વર્ષની સજા
ભાવનગર: જિલ્લામાં ઘોઘાના નેસવાડ ગામે 2017માં સગીરાની છેડતી બાબતે થયેલી મારામારીમાં એક શખ્સનું મોત થયું હતું. જેમાં એક શખ્સને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
પોક્સો હેઠળ ફરિયાદ દાખલ
ભાવનગરના ઘોઘાના નેસવાડ ગામે રહેતા 2 સગાભાઈઓને સંજય ડાભી અને કલ્પેશ ડાભીને વિમલ સરવૈયા પોતાના પરિવારની સગીર દીકરીની છેડતી બાબતે ઠપકો આપવા ગયા હતા. 16/7/2017ના રોજ ઠપકો આપવા આવેલા વિમલ સરવૈયા ઉપર કલ્પેશ ડાભી અને સંજય ડાભીએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત થયેલા વિમલ સરવૈયાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવારમાં વિમલ સરવૈયાનું મોત નિપજતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોકસો હેઠળ ફરિયાદ દાખલ થયા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો.
બન્ને ભાઈઓને મળી સજા
ઘોઘાના નેસવડમાં રહેતા કોળી સમાજની સગીર દીકરીને શાળાએ જતા સંજય ઉર્ફે લાવરી ડાભી છેડતી કરતો હતો અને તેનો ભાઈ કલ્પેશ ડાભી તેને મદદગારી કરતો હતો અને બાદમાં ઠપકો આપવા આવેલા વિમલ સરવૈયાની સાથે મારામારી કરી હત્યા નિપજાવતા કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. કોર્ટે આ કેસમાં પોસ્કો હેઠળ 34 મૌખિક પૂરાવા અને 59 જેટલા દસ્તાવેજી પૂરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે સંજય ડાભીને 3 વર્ષની સજા અને 3000નો દંડ તથા કલ્પેશ ડાભીને હત્યાના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે.