ETV Bharat / city

અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું - burning ship's

ભાવનગર(Bhavnagar)નું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું યાર્ડ હોવાથી અહીંયા કેટલીક પ્રવૃતિઓ કુદરત વિરુદ્ધ પણ થઈ રહી છે. જહાજવાડામાં જાહેરમાં જહાજમાંથી નીકળતો કચરો સળગાવીને પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે, ત્યારે ફરિયાદ થાય પછી સ્થળ પર જતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Pollution control board )ને કશું મળતું નથી. મજૂરોએ ફરી એક ઘટનામાં વિડીયો, ફોટો આપ્યા છે, ત્યારે હવે શું પગલાં ભરાય તે જોવાનું રહેશે.

અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું

author img

By

Published : Jul 30, 2021, 7:28 PM IST

  • અલંગમાં ફરી જાહેરમાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના નિયમના ધજીયા ઉડાડતા શિપબ્રેકર
  • જહાજ કાપવાના પ્લોટમાં સળગાવાય છે જહાજનો નીકળતો કચરો
  • કચરામાં ઓઇલ, કેમિકલ પણ હોય છે સામેલ છતાં કાર્યવાહીના નામે મીંડું

ભાવનગર: અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. જેમાં 150 જેટલા જહાજ કટીંગ કરવા માટેના પ્લોટ આવેલા છે. આ પ્લોટમાં શીપના કટીંગ દરમિયાન નીકળતો કેટલોક કેમિકલયુક્ત કચરો, ઓઇલ અને વાયરો સળગાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું

આ પણ વાંચો- બજેટમાં સ્ક્રેપ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયાની સીધી અસર અલંગ જહાજ ઉદ્યોગ પર થશે

જાહેરમાં પ્લોટમાં કચરાને સળગાવી દેવામાં આવે છે

હાલમાં પણ એક ફરિયાદ સામે આવી છે જેમાં જાહેરમાં પ્લોટમાં કચરાને સળગાવી દેવામાં આવે છે અથવા તો રાત્રે સળગાવી દેવામાં આવે છે. નિયમ મુજબ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થતી કાર્યવાહીને રોકવાની હોય છે, પરંતુ તેવું બનતું નથી તેવા આક્ષેપો વારંવાર મજૂરોના સંગઠનમાંથી થતા રહ્યા છે.

હાલમાં એક ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે

અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાંથી સામે આવેલા વિડીયો અને ફોટોગ્રાફીને લઈને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Pollution control board ) સામે આંગળી ચિંધાઈ છે, ત્યારે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારી ઓઝા સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે પણ આ ફરિયાદ આવી છે અને તેને લઈને કામગીરી હાથ ધરાઇ છે. હાલમાં એક ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે.

પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ટીમ સ્થળ પર જાય ત્યારે કશું મળતું નથી

જો કે, આ પ્રકારના બનાવમાં જ્યારે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Pollution control board )ની ટીમ સ્થળ પર જાય ત્યારે કશું મળતું નથી. એટલે કે જે તે સમયે જ્યારે ઘટના ઘટતી હોય છે, તે સમયે જો જાણ થાય તો પગલાં ભરી શકાય. અધિકારીઓનું કહેવું છે કે, તેમના દ્વારા વારંવાર તપાસ થતી હોય છે અને જ્યાં ખોટું જણાય તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.

અલંગમાં આવતા જહાજોમાં બાયોહજાર્ડ જેવા કેમિકલ હોય છે

અલંગમાં આવતા જહાજોમાં બાયોહજાર્ડ જેવા કેમિકલ હોય છે. તેના કારણે જે પોલ્યુશન એટલે કે ધુમાડો થાય છે તેનાથી આસપાસના ગામો અને ત્યાં રહેતા આશરે 30થી 35 હજાર મજૂરોના સ્વાસ્થ્ય પર સીધી અસર થાય છે.

આ પણ વાંચો- ભાવનગરના અલંગને 715 કરોડના ખર્ચે વધુ વિકસિત કરવામાં આવશે

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ક્યાંક વધુ વેગ આપવાનું કામ થતું હોય તેવું લાગે છે

મજૂર વર્ગ અને તેના સંગઠનમાંથી પણ પ્લોટ માલિકો દ્વારા કચરાને સળગાવવા બાબતે ફરિયાદ થયેલી છે અને પુરાવા સાથે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Pollution control board ), ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને શિપબ્રેકરોને પણ વિડીયો અને ફોટોગ્રાફી આપવામાં આવે છે, છતાં પણ નવાઇની વાત એ છે કે, સ્થાનિક જવાબદાર તંત્ર પગલા તો ભરે છે પણ કશું મળતું નથી તેવા જવાબ આપીને છટકી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ક્યાંક વધુ વેગ આપવાનું કામ થતું હોય તેવું લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.