- ભાવનગરના હણોલમાં સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો મનસુખ માંડવીયા જન્મ
- મનસુખ માંડવીયા વિધિવત 1996માં રાજકારણમાં જોડાયા
- માંડવીયાએ 123 કિમીની કન્યા કેળવણી માટે ગામડાઓમાં કાઢી હતી યાત્રા
ભાવનગર: મોદી સરકારે ( PM Narendra Modi Cabinet ) આજે બુધવારે પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. ત્યારે, મનસુખ માંડવીયા ( Cabinet Minister Mansukh Mandaviya )ને ફરીથી મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ તકે મનસુખ માંડવીયાની રાજકીય સફર ( Political Journey ) વિશે જણાવીએ તો, જિલ્લામાં આવેલું પાલીતાણા જૈનતીર્થનગરીના તાલુકાના હણોલ ગામમાં ખેડૂતના ઘરમાં જન્મેલા સામાજિક પ્રવૃત્તિમાં રસ ધારાવતું વ્યક્તિત્વ એટલે મનસુખ માંડવીયા...
મનસુખ માંડવીયા એક ખેડૂત પુત્રથી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન સુધીની સફર
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે ખેડૂત ઘરમાં મનસુખ માંડવીયાનો જન્મ 1 જૂન 1972માં થયો હતો. વર્ષ 1992માં મનસુખ માંડવીયાની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રથમ પગથિયું મનસુખ માંડવીયાએ મૂક્યું હતું અને રાજકારણનો પ્રારંભ કર્યો હતો. જોકે, વિધિવત તેઓ રાજકારણમાં 1996માં જોડાયા હતા. આ બાદ, પાલીતાણા તાલુકામાં યુવા ભાજપના સભ્ય બન્યા હતા.
મનસુખ માંડવીયા રાજકીય કારકિર્દી
ભાજપમાં વિધિવત રીતે જોડાઈ 1998માં પાલીતાણા તાલુકાના પ્રમુખ બન્યા અને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, ત્યારબાદ મનસુખ માંડવીયા 2002માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પાલીતાણાની બેઠક પરના ધારાસભ્ય પદ દરમિયાન તેમને 123 કિમીની કન્યા કેળવણી માટે ગામડાઓમાં યાત્રા કાઢી હતી. તેઓને 2007માં ધારાસભ્ય પદ પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ 2012/18માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 2016માં તેઓ વડાપ્રધાનની ગુડબુકમાં હોવાથી કેન્દ્રિય કેબિનેટ પ્રધાનનું સ્થાન મળ્યું હતું. હાલમાં તેઓ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન છે અને તેમની પાસે પોર્ટ શિપિંગ અને કેમિકલ વન્સ ફર્ટિલાઈઝર ખાતું છે. મનસુખ માંડવીયા ભારત તરફથી સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી 2020ની ઇકોનોમી ફોરમમાં પ્રતિનિધિત્વ કર્યું છે.