ETV Bharat / city

PM મોદીનો ભાવનગરમાં રોડ શો,અ'વાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન તૈયારીઓ શરૂ - ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે (PM Modi on Gujarat visit) આવી રહ્યા છે. તેઓ ગુજરાતને વિકાસના કામોની ભેટ (Road Show in Bhavnagar) ધરશે. જાણો શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ.

PM નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતેઃ ભાવનગરમાં રોડ શો, અમદાવાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન

author img

By

Published : Sep 19, 2022, 8:59 PM IST

ભાવનગર શહેરમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજાઇ હતી. આગામી 29 સપ્ટેમ્બર 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi on Gujarat visit) ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેની તૈયારીના ભાગરૂપે (PM Modi In Bhavnagar) સોમવારે એક સંકલન બેઠક યોજાઇ હતી. જેની અંદર કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી સહિતના પ્રધાનો અને ધારાસભ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોડ શોમાં 50 હજારથી વધુ લોકો જોડાશે આ કાર્યક્રમ ને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભાવનગરમાં રોડ-શૉઃ 29 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાનનું ભવ્ય (Road Show in Bhavnagar) સ્વાગત સાથે 2.5 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો (Road Show in Bhavnagar) યોજાશે. જેમાં તેમની સાથે મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાનો, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો સહિતના 50,000થી વધુ લોકો રોડ શોમાં જોડાશે. વડાપ્રધાનના હસ્તે ભાવનગર જિલ્લાના વિકાસ માટે લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમો યોજાશે. જેમાં સાથે અન્ય જિલ્લાના વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થશે. વિવિધ લોક વિકાસના કામોનું લોકાર્પણ તથા શહેરમાં બે થી અઢી કિલોમીટરનો રોડ શો તથા જવાહર મેદાનમાં બે લાખથી વધુની જનમેદનીને સંબોધન કરશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે
દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે

વિકાસની અનેક ભેટઃ કરોડો રૂપિયાના વિકાસના કામો જેમાં 1900 કરોડ રૂપિયા ખર્ચે ભાવનગર નવા બંદર ખાતે નિર્માણ થનાર એશિયાના સૌથી મોટા CNG ટર્મિનલ, નવનિર્મિત આધુનિક ભાવનગરનું બસ સ્ટેન્ડ સહિતના કામો તેમજ વિકાસની અનેક અનેરી ભેટ ભાવનગરને અર્પણ કરશે. દેશના વડાપ્રધાનને ભારે આદર સન્માન સાથે આતિથ્ય ભાવ સભર આવકાર આપવા તંત્ર દ્વારા તડામાર તૈયારીના ભાગ રૂપે આજે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, જીતુ વાઘણી, કિરીટસિંહ રાણા, રાજ્ય પ્રધાન રાઘવજી મકવાણા, સાંસદ ભારતી શિયાળ, ભાવનગર લોકસભા બેઠકના તમામ ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

જવાહર મેદાનમાં સભાઃ વડાપ્રધાનના આગમન પૂર્વે તડામાર તૈયારીની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ધરતી દેશના યશસ્વી વડાપ્રધાનને આવકારવા તૈયાર છે. વડાપ્રધાનનો કાર્યક્રમ શહેરના જવાહર મેદાન (Jawahar Maidan Bhavnagar) ખાતે યોજાનાર હોય ત્યારે તેની તૈયારીઓ અંગે પ્રધાનો, ધારાસભ્યો અને અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. તેની રૂપરેખા અનુસારની કામગીરીની યોજના તૈયાર કરી હતી.

મેટ્રોને લીલી ઝંડીઃ ભાવનગરના કાર્યક્રમ બાદ 30મી સપ્ટેમ્બર 2022એ વડાપ્રધાન અમદાવાદના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને (Metro train from Thaltej to Vastral village) લીલીઝંડી (Green light to Metro Train Ahmedabad) આપશે. તે અંગેની તડામાર તૈયારીઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તેમજ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.