- ભાવનગર મનપાએ એક મહિના પહેલા ખોદેલા ખાડામાં ગાય ખાબકી
- પ્રભુદાસ તળાવથી તખ્તેશ્વર ફિલ્ટર સુધી લાઈન નાખવાનું કામ ચાલે છે
- સહકારી હાર્ટ વિસ્તારમાં પડેલા ખાડાથી લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે
ભાવનગરઃ મહાનગરપાલિકાની વિકાસની કામગીરીમાં ઘોર બેદરકારીના કારણે અનેકવાર ગાય કે ભેંસ જેવા પશુઓ ખાડામાં પડી જતા હોય છે. પાણીની પાઈપલાઈન નાખવા માટે મહાનગરપાલિકાએ એક મહિના પહેલા અહીં ખાડો ખોદી નાખ્યો હતો.
ભાવનગરમાં તંત્રના પાપે ખાડામાં પડી ગાય
ભાવનગર સહકારી હાર્ટ પાસે યોજના વિભાગ હેઠળ લાઈન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ખોડેલા ખાડા લોકોને હેરાન તો કરી રહ્યા છે પણ સાથે પશુઓ માટે મોતના ખાડા બની રહ્યા છે. એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં ગાય પડી હતી અને પછી કાઢવા થઈ હતી મથામણ.
ખાડામાં પડેલી ગાયને લોકોએ કાઢી બહાર તો તંત્રનું શું કહેવું
ભાવનગરનો સહકારી હાર્ટ વિસ્તાર લોકોની અવરજવરવાળો છે. લોકોની અવરજવર છતા યોજના વિભાગ પ્રભુદાસ તળાવથી તખ્તેશ્વર ફિલ્ટર સુધી કરોડોના ખર્ચે પાણીની લાઈન નાખી રહ્યું છે પણ ખોડેલા એક મહિનાથી ખાડા લોકો માટે માથાના દુઃખાવો સમાન છે. આજે ગાય ખાબકી ત્યારે પશુ પ્રેમીઓ એકત્રિત થઈને ગાયને બહાર કાઢવામાં લાગી ગયા હતા. અંતે ગાયને ખાડામાં માટી પૂરીને ઢાળ બનાવીને બહાર કાઢવામાં આવી હતી. યોજના વિભાગના જવાબદાર અધિકારી ચુડાસમનો સંપર્ક કરતા તેમને ફોન ઉઠાવ્યો નહતો. મતલબ કે ઘટનાની જાણ થઈ ચૂકી હશે અને અધિકારી ક્યાંક જવાબ આપવાથી બચી રહ્યા છે.