- 15 વર્ષના ગાળામાં આ વર્ષે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
- સીંગતેલના ભાવમાં 450થી 470 રૂપિયાનો ઘટાડો
- વર્ષ દરમિયાન 2,330થી 2,375 જેટલો સીંગતેલનો ભાવ રહી શકે છે
ભાવનગર: ભાવનગરમાં ગરીબોના માટે સીંગતેલ હાલ રાહતના શ્વાસ લાવ્યું છે. 3 હજાર સુધી પહોંચેલું સીંગતેલ હાલ સસ્તું થયું છે. જો કે કપાસિયા અને સીંગતેલના ભાવ (Peanut Oil Price) આવતા વર્ષે સમાન રહેવાની શક્યતાઓ છે. હવે આગામી દિવસોમાં શુ સીંગતેલમાં વધારો થઈ શકે છે અને વર્ષ દરમિયાન કેટલા ભાવો રહેશે? આ પ્રકારના દરેક સવાલોનું વિશ્લેષણ અમે થોડીક કોશિષથી કર્યું છે.
2021માં મગફળીનું ઉત્પાન અંદાજે 40 લાખ ટન
ભાવનગર નહીં, સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં થયેલી મગફળીનું મબલખ ઉત્પાદન (peanut production in gujarat) સીંગતેલના ભાવને નીચા લાવવામાં કારણભૂત રહ્યું છે. 2021માં મગફળીનું ઉત્પાન અંદાજે 40 લાખ ટન થવા પામ્યું છે, જે 15 વર્ષના ગાળામાં સૌથી વધુ ઉત્પાદન છે. વર્ષોથી તેલનો વ્યાપાર કરતા કૌશિકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, હાલમાં સીંગતેલના GST સાથેના 15 લીટરના ભાવ 2,330 રૂપિયા છે, જે મબલખ પાક થવાને કારણે થયા છે. 2,800 સુધી પહોંચી ગયેલો ભાવ ઘટીને 2,330 પર આવ્યો છે, એટલે કે 450થી 470 જેવો ઘટાડો થવા પામ્યો છે. હાલમાં તેનાથી ભાવ નીચા જવાની કોઈ શક્યતા રહેલી નથી.

તેલના ભાવ ઊંચા જશે તો કેમ?
સીંગતેલના ભાવ હાલ સ્થિર થયા છે અને હવે ઘટવાની શક્યતાઓ હાલ ઉનાળા (peanut oil prices in summer) સુધી દેખાતી નથી. તેલના વ્યાપારી કૌશિકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું, કે ગત વર્ષે ચીને ભારત પાસેથી 2 લાખ ટન સીંગતેલ (China imports peanut oil from India)ની ખરીદી કરી હતી, જેથી ભાવ ઊંચા ગયા હતા. આ વર્ષે હજુ ચીન ખરીદી કરવા માટે આવ્યું નથી. જો ચીન ખરીદી કરે તો ભાવ ઊંચા જઈ શકે છે, જ્યારે બીજી બાબત ડોલર સામે રૂપિયાની કિંમત 76 રૂપિયા છે, ત્યારે ઈમ્પોર્ટ (peanut oil imports by india) કરવામાં આવે તો અસર થઈ શકે છે.

વર્ષ દરમિયાન સીંગતેલનો કેટલો ભાવ રહેશે?
આ સાથે જે ક્રૂડના ભાવ અને બાયોડિઝલના વપરાશથી પામોલિન તેલમાં ફેરફાર ભારત સરકારની નીતિ પરથી નક્કી થઈ શકે છે. જો કે સીંગતેલમાં કોઈ એક્સપોર્ટ ના થાય અને ઉનાળુ મગફળી કેટલી થાય (summer peanuts production in india) તેના પર વર્ષ દરમિયાન સીંગતેલના ભાવ નક્કી થઈ શકે છે. હાલની સ્થિતિ જોતા એક્સપોર્ટ ન થવાથી 2,330થી 2,375 જેટલો સીંગતેલનો ભાવ વર્ષ દરમિયાન રહી શકે છે. તેનાથી વધવાની શક્યતા રહેલી નથી.

આ પણ વાંચો: કાપડ પર 12 ટકા GSTનો વિરોધ: જેતપુર મામલતદારને આપ્યું આવેદનપત્ર
આ પણ વાંચો: Agriculture Minister Raghavji Patel : યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે