ETV Bharat / city

આર્થિક શોષણ સામે કર્મચારીઓએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર, તંત્રએ હાથ અદ્ધર કર્યાં - Strike

ભાવનગરમાં એક પણ સરકારી કચેરી એવી નહી હોય કે ત્યાં આઉટ સોર્સીંગથી કર્મચારી કામ કરતો ન હોય. કારણ કે સરકાર ભરતીઓ કરતી નથી અને કર્મચારીઓ પુરા પાડવા ખાનગી આઉટ સોર્સીંગ એજન્સીઓ મેદાનમાં છે. શાકભાજી મળે તેમ કર્મચારીઓ પૂરા પાડતી એજન્સી સામે તેમના કર્મચારીઓએ હળતાળનું શસ્ત્ર ઉગામ્યું છે

આર્થિક શોષણ સામે કર્મચારીઓએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર, તંત્રએ હાથ અદ્ધર કર્યાં

author img

By

Published : Jun 8, 2021, 6:03 PM IST

  • ભાવનગરમાં આઉટ સોર્સીંગ કર્મચારીઓમાં ભારે રોષ
  • આર્થિક શોષણના મુદ્દાને લઇને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
  • પગાર વધારવો એજન્સીનું કામ અમારું નહીંઃ અધિક કલેકટર બી. જે. પટેલ

ભાવનગર આઉટ સોર્સીંગનું કારણ એટલું છે કે પગાર સરકાર પાસે એક વ્યક્તિનો કંપની 15 હજાર ચૂકવે અને કર્મચારીને મળે માત્ર 8 હજાર. કર્મચારીઓ આ મોંઘવારીમાં પોસાય નહીં અને ન્યાય માટે તંત્ર પાસે આશા રાખીને બેઠા છે ત્યારે તંત્ર કહે છે અમારો પ્રશ્ન નથી. સરકારના નેતાઓના કાન નીચે ચાલતી આ એજન્સીઓમાં કર્મચારીની દશા શું નથી દેખાતી ? આ પ્રશ્ન સૌના મુખે ચર્ચાઈ રહ્યો છે.

પગાર વધારવો કે કેટલો આપવો એ એજન્સી અને કર્મચારી વચ્ચેની બાબત છે

ભાવનગર શહેરમાં સરકારી કચેરીઓમાં કામ કરતા અઢળક આઉટ સોર્સીંગથી કામ કરતા લોકો છે. સિટી મામલતદાર કચેરીના આઉટ સોર્સીંગથી કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરીને પોતાની એજન્સી સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર આઉટ સોર્સીંગ કંપનીઓ સામે આંગળી ચીંધાઈ ગઈ છે. ભાવનગર શહેરની મામલતદાર કચેરીમાં આઉટ સોર્સીગની એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ કોરોના કાળમાં કચેરી ખુલવાના બીજા દિવસથી હડતાળ પર ઉતરી ગયાં છે. કર્મચારીઓનું કહેવું છે કે આઉટ સોર્સીગની એજન્સીઓ તેમને વેતન માત્ર 8 હજાર આસપાસ આપે છે જ્યારે સરકાર પાસે એક કર્મચારીનું બિલ 15 હજાર લેખે મુકવામાં આવે છે એટલે હાલની મોંઘવારીમાં 8 હજાર વેતન પોસાય તેમ નથી. એબી એન્ટરપ્રાઇઝના મામલતદાર કચેરીના કર્મચારીઓ હિંમત કરીને બહાર આવ્યા અને પોતાની માગ કરી છે

આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસિસ જેટલું જ ઘાતકી Bacterial Infection : ભાવનગરમાં કરાઈ 50થી વધારે સર્જરી

આઉટ સોર્સીગની કેટલી એજન્સીઓ અને શું પ્રશ્નો છે

શહેરમાં આઉટ સોર્સીગનું મોટું કામ સર ટી હોસ્પિટલમાં છે જ્યાં આઉટ સોર્સીગથી નર્સ,પટ્ટાવાળા,સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે અને આઉટ સોર્સીગમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા પણ વધુ છે. આવી અલગ અલગ આઉટ સોર્સીગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ વેતનને લઈને એબી એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ જેવી સમસ્યા છે. પરંતુ નોકરી જતી રહેવાના ડરને પગલે કોઈ કશું બોલતું નથી પણ મૌખિક આવા પ્રશ્નોને વારંવાર બહાર લાવવા રજૂઆતો થતી હોય છે. વાત માત્ર મામલતદાર કચેરી કે સર ટી હોસ્પિટલ નહીં પરંતુ કલેકટર,જિલ્લા પંચાયત કે અન્ય સરકારી કર્મચારીઓમાં આઉટ સોર્સીગ એજન્સીઓનું રાજ હોય તેવું પ્રતીત થાય છે. તેનું કારણ માત્ર એટલું છે કે સરકારને ભરતી કરવી નથી અને એજન્સીઓને આર્થિક શોષણનો મોકો મળી રહે.

નેતાઓના કાન નીચે ચાલતી આ એજન્સીઓમાં કર્મચારીની દશા શું નથી દેખાતી

તંત્રએ હાથ ઊંચા કરી દીધાં

શું કહે છે સરકારી તંત્ર આઉટ સોર્સીગ મામલે ભાવનગર સરકારી તંત્ર માત્ર એજન્સીઓને ઓળખે છે જેની કિંમત ચૂકવી દેવામાં આવે છે. કર્મચારીઓએ સીટી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જોકે અધિક કલેકટર બી. જે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં ડેટા ઓપરેટર આઉટ સોર્સીગ એજન્સીના સીટી મામલતદાર કચેરીમાં હડતાળ પર ઉર્તયા છે એટલે કચેરીના ક્લાર્ક સહિતના કર્મચારીને કામ સોંપવામાં આવ્યું છે તંત્ર એજન્સીને ઓળખે છે પગાર વધારવો કે કેટલો આપવો એ એજન્સી અને કર્મચારી વચ્ચેની બાબત છે તેમ અમે કશું ન કરી શકીએ.

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેરમાં ભાવનગરમાં ડુપ્લિકેટ સેનીટાઇઝરને નથી થઇ તપાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.