ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં માવઠાની અસર એવી તજે છે કે ડુંગળીઓ ભીંજાઈ ગઈ છે. ડુંગળી ભીંજાવાને કારણે બગડવાની પુરી શક્યતાઓ છે. જોકે વિકાસની વાત કરતી ભાજપની બોડી હોવા છતાં ડુંગળીની સાચવણી માટે કોઈ વ્યવસ્થા નથી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસામાં ડુંગળીનો પાક ફેલ ગયા બાદ શિયાળુ પાકમાં કરેલી ડુંગળી હવે યાર્ડમાં આવતી હોય છે રોજની 20 થી 25 હજાર ડુંગળી આવી રહી છે અને ભાવ પણ ધીરે ધીરે મળવાની શરૂઆત થતા કુદરતે ફરી માર માર્યો છે યાર્ડમાં રહેલી ડુંગળીઓ ભીંજાઈ ગઈ છે અને યાર્ડમાં ભાજપની બોડી વર્ષોથી હોવા છતાં ડુંગળીને સાચવવા માટે કોઈ વ્યવસ્થા નથી. યાર્ડમાં હજારો ટન ડુંગળી બગડી જવાની છે. ડુંગળીનું નુકશાન યાર્ડમાં વેપારી અને ખેડૂત બંનેની લાવેલી યાર્ડની ડુંગળી ભીંજાઈ ગઈ છે.