ETV Bharat / city

ભાવનગર કંસારા કાંઠે રહેતા 1500 લોકોને મકાન પાડવા નોટિસ, ભોગ બનનાર CPM નેતાની આગેવાનીમાં મહાનગરપાલિકાએ પહોંચ્યા - Notice to house 1500 people

ભાવનગર શહેરમાં 20 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ ચૂંટણી મુદ્દો બનાવીને સત્તામાં આવતી રહી છે, ત્યારે હાલના ધારાસભ્યએ સજીવીકરણ નામ આપીને રિવરફ્રન્ટ બનાવવા કામગીરી હાથમાં લીધી છે. રિવરફ્રન્ટ માટે કંસારા કાંઠે સુભાષનગર પાસે રહેતા 1500 લોકોને મકાનોને પાડી દેવા મહાનગરપાલિકાએ નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે. ગરીબોને મહામારીમાં ક્યાં જવું તેવા સવાલ સાથે CPM નેતા મેદાનમાં ઉતર્યા છે અને વિકલ્પ શોધ્યા વગર નિર્ણય ન થાય નહિતર ? શબ્દોનો પ્રયોગ કરવો પડ્યો છે.

Led by CPM leader
Led by CPM leader
author img

By

Published : Aug 14, 2021, 11:04 PM IST

  • શહેરની વચ્ચે નીકળતી કંસારા નદીમાં રિવરફ્રન્ટ બનાવવા મકાનો ખાલી કરવા નોટિસ
  • ભોગ બનનાર સાથે CPM નેતા મેયર પાસે દોડીને આપી મીઠી ભાષામાં ચેતવણી
  • રેગ્યુલરરાઈઝ મફતનગરના એસ્ટેટ વિભાગે પ્લાનની મંજૂરી બાંધકામની માગી
  • 1500 મકાનોને બાંધકામ તોડવા નોટિસ બીજી 1500 તૈયાર- CPM નેતા

ભાવનગર: શહેરની વચ્ચેથી પસાર થતા કંસારા નદી પર 20 વર્ષ પછી તાત્કાલિક રિવરફ્રન્ટ બનાવવાની કમર મહાનગરપાલિકાએ કસી છે. આશરે 7 કિલોમીટરના કંસારા નદી પર રહેતા 3000 હજાર મકાન માલિકો પૈકી 1500ને બાંધકામ પાડી દેવાની નોટિસો આપવામાં આવી છે. મહામારીમાં રોજગારી નથી અને મહાનગરપાલિકા કયા આધારે મકાનો તોડવા માગે છે તેવા સવાલો સાથે ભોગબનનાર અને CPM નેતાએ અલ્ટીમેટમ આપી રજૂઆત કરી છે.

ભાવનગર કંસારા કાંઠે રહેતા 1500 લોકોને મકાન પાડવા નોટિસ

શહેરની વચ્ચે નીકળતી કંસારા નદી પર રિવરફ્રન્ટ ક્યાંરની વાત હવે શું ?

ભાવનગર શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલી કંસારા નદીનો પ્રારંભ બોરતળાવના વધારાના પાણીનો નિકાલ રૂપે કુદરતે કંડોરેલી નદીના રૂપમાં છે. કંસારો કાળિયાબીડમાંથી નીકળી સુભાસનગર વિસ્તારમાં થઈ નદી દરિયામાં વહી જાય છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ પ્રારંભ કર્યો અને બાદમાં 25 વરસથી ભાજપનું પૂર્વ ધારાસભા બેઠક અને મહાનગરપાલિકામાં સત્તા હોવા છત સળીના બે કટકા કામ કર્યું નહિ. હવે હાલના ધારાસભ્ય વિભાવરી દવેની આગેવાનીમાં કંસારા પ્રોજેક્ટનું નામ બદલીને સજીવીકરણ કરવામાં આવ્યું છે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ સુભાસનગર વિસ્તારમાં કંસારા કાંઠે આવેલા મફતનગર અડચણરૂપ છે. એટલે મહાનગરપાલિકા રિવરફ્રન્ટ કરવા એક પછી એક કાવતરાનો પ્રારંભ કર્યો છે અને કાયદાને નિયમના કાવા દાવામાં ગરીબોને ઘર વિહોણા કરવાનો પ્લાન ઘડી લીધો છે.

આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

મફતનગરને લઈને અરુણ મહેતાએ કર્યા સવાલો

ભાવનગર મનપાએ રેગ્યુલરાઈઝ મફતનગર કર્યું બાદમાં ત્યાં પાણીની લાઈનો આવી, ઇલેક્ટ્રિક કનેક્શન મળ્યા, ધારાસભ્યોએ રોડ અને બ્લોક મંજુર કર્યા તો હવે ગેરકાયદેસર બાંધકામ પાડી દેવા મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ કઈ રીતે નોટિસ આપી શકે છે. જો મહાનગરપાલિકા મંજૂરી માટે પ્લાન નક્કી કરીને મંજૂરી આપતી હોય તો હું પણ 5 હજાર પ્લાન મૂકવા તૈયાર છું તેમ અરુણ મહેતાએ જણાવ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, અમે મેયરનો રજૂઆત કરી છે કોરોના મહામારીમાં ગરીબોની રોજીરોટી છીનવાઈ છે અને હવે ઘર વગરના 3000 હજાર મકાન માલિકોને કરવા દેવામાં નહિ આવે. એક ઘરમાં પાંચ સભ્યો ગણો તો પણ 3 હજાર મકાનના આશરે 15 હજાર લોકોને રોડ ઉપર લાવવાનું કામ કરશે તો શું આ બધા ચૂપ બેઠશે નહિ મેયરને જાણ કરી વિકલ્પ શોધવા જણાવ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત

શું કહેવું છે સ્થાનિકો અને મેયરનું સમગ્ર મામલે

સ્થાનિકોને નોટિસ મળ્યા બાદ કંસારા કાંઠે રહેતા લોકોમાં ગભરાહટ અને ડર છે. સ્થાનિકોએ માગ કરી છે કે, કોરોના મહામારીમાં એક તો લોકોની દયનિય હાલત છે તેવામાં હવે ઘર વગરના કરશે તો અમારે ક્યાં જવું. માત્ર સાત દિવસની અંદર મકાનો ખાલી કરવા જણાવ્યું છે. ભાડે રહેતા લોકોને પણ મહિનાનો સમય આપવામાં આવે છે. એક મહામારીમાંથી માંડ બચ્યા છીએ હવે બીજી મહામારીને લાવીને અમને મારોમાં. મેયર કીર્તિ દાણીધરીયાએ વચ્ચ ગાળાની રાહત આપતો જવાબ આપ્યો છે કે, અમે અમારા સંગઠન અને અધિકારી સાથે વાતચીત કરીને સમસ્યાનો હલ આવે તેવું કશુક કરીશું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.