ETV Bharat / city

ખમ્મા મારી ખોડીયાર, રાજપરાવાળી માં ખોડીયારનો અનેરો ઈતિહાસ જાણો વિગતવાર

નવરાત્રીના પાવન પર્વ (Navratri in Bhavnagar) પર રાજપરા માં ખોડીયાર ધામ ભાવિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. નોરતામાં લાખો લોકો દર્શનાર્થે (Rajpara Khodiyar History) પહોંચી રહ્યા છે, ત્યારે ત્યાનું ધાર્મિક મહત્વ શું આવો જાણીએ.(rajpara khodiyar maa na parcha)

ખમ્મા મારી ખોડીયાર, રાજપરાવાળી માં ખોડીયારનો અનેરો ઈતિહાસ જાણો વિગતવાર
ખમ્મા મારી ખોડીયાર, રાજપરાવાળી માં ખોડીયારનો અનેરો ઈતિહાસ જાણો વિગતવાર
author img

By

Published : Sep 28, 2022, 12:00 PM IST

ભાવનગર કોરોના કાળના બે વર્ષ બાદ નવરાત્રીના (Navratri in Bhavnagar) પાવન પર્વનો રંગ જામ્યો છે. ભક્તો આ નવરાત્રીએ ગરબા રમીને આનંદ સાથે માતાજીને રીઝવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભાવનગર પાસે રાજપરાવાળી આઈ ખોડીયારનો ઇતિહાસ સામે આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાં રાજપરા ખાતે આવેલું માં ખોડલનું ધામ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. નોરતામાં લાખો લોકો દર્શનાર્થી પગપાળા ચાલીને ત્યાં માં ને શીશ ઝુકાવવા આવતા હોય છે.ત્યારે ચાલો જાણીએ માં રાજપરાવાળી આઈ ખોડલનો સુંદર ઈતિહાસ અને પરચાઓ. (rajpara khodiyar maa na parcha)

ખમ્મા મારી ખોડીયાર, રાજપરાવાળી માં ખોડીયારનો અનેરો ઈતિહાસ જાણો વિગતવાર

રાજપરા માં ખોડીયારનો ઇતિહાસ મહારાજા આતાબાપુ ગોહિલે (Rajpara Khodiyar History) આશરે 225 વર્ષ પહેલા માં ખોડિયારની ડેરીની સ્થાપના કરી હતી. સમય જતાં મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરના બાંધકામમાં વ્યક્તિગત રૂપે ધ્યાન આપ્યું હતું. દર મહિનાની પૂનમના દિવસે, દર રવિવારે તથા ખોડિયાર જયંતીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. જૂનાકાળમાં લોકો બળદગાડા લઈને અહીં દર્શને આવતા હતા. સમય જતા દેશમાંથી લોકો ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતનાં વાહનોમાં અહીં દર્શને આવે છે.

રાજપરા ખોડીયાર મંદિર
રાજપરા ખોડીયાર મંદિર

8 ભાંડરડા પ્રગટેલા શ્રદ્ધાળુઓ પ્રસાદીમાં લાપસી, સુખડી ધરતા હોય છે. રાજપરા ખોડિયાર મંદીરે બિરાજતા માં ખોડિયાર વિશે એવું કહેવાય છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડીયા ચારણના ઘરે ભગવાન શિવનાં આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવ્ય આત્માઓનાં નામ જાનબાઈ જેનું નામ પાછળથી માં ખોડિયાર પડ્યું હતું, જોગળ, તોગળ, સાંસાઈ, હોલબાઈ, વિજબાઈ, આવળ અને ભાઈનું નામ મેરખીયો આમ 8 ભાંડરડા પ્રગટેલા. (rajpara khodiyar mandir history)

રાજપરા
રાજપરા

સાતેય માતાજીનું સ્વાગત સમયાંતરે આઈશ્રી માં ખોડિયારના પરચા લોકોને થવા લાગ્યા હતા. તે સમયનાં ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે મહારાજા વજેસિંહજી સને-1782થી 1816 એટલે કે સંવત 1872થી 1908 સુધી ભાવનગરના રાજા હતા. તેમણે આઈશ્રી ખોડિયારની પ્રશંસા સાંભળી હતી. તેઓ કુટુંબ કબીલા અને લાવ લશ્કર સાથે બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમથી વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહીશાળા નામના ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીનું આ મામડીયા ચારણ તથા તેમના ધર્મપત્ની અને સાતેય માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. (Rajpara Khodiyar Temple Navratri)

ભક્તો
ભક્તો

પથ્થર અને ત્રિશુલ સ્વરૂપે મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીએ તમામ સાત માતાજીઓને પગે પડી નમસ્કાર કરી કિંમતી ભેટ સોગાદો અર્પણ કરી અને નમ્રતાપૂર્વક બોલ્યાં કે આપ સાતેય માતાજી રોહીશાળા ગામથી ભાવનગર પધારો. માં ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો અમે સાતેય બહેનો કંકુપગલે તમારી પાછળ આવશું. પરંતુ એ શરત રહેશે કે જ્યારે તમો સંશય માં આવી અને અમારું પારખું કરવા પાછળ જોશો ત્યારે અમે સાતેય બહેનો સ્થિર થઈને પથ્થર અને ત્રિશુલ સ્વરૂપે સ્થાયી થઈ જઈશું. આમ રાજા આગળ અને માઁ ખોડિયાર સહિત સાતેય બહેનો કંકુ પગલે રાજાની પાછળ રોહીશાળાથી ભાવનગર તરફ ચાલવા લાગ્યા. (Navratri 2022 in Bhavnagar)

સાત ચમકારા સાથે માતાજી અદૃશ્ય હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ, નદીનો કાંઠો અને તે કાંઠા પર ગળધરા નામનો ઘુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને કુતૂહલવશ તેમનાથી પાછળ જોવાયું ગયું હતું. ત્યારે બાદ એમ કહેવાય છે કે, વીજળી જેવા સાત ચમકારા થયા અને ગળધરાના કાંઠે ઊભેલા નાના ડુંગરા ઉપર પથ્થરરૂપી ફળા અને ત્રિશુલ સ્વરૂપે માતાજી અદૃશ્ય થઈ ગયાં. રાજાજી અત્યંત કલ્પાંત કરી રડવા લાગ્યા, પરંતુ માતાજી સદેહે પ્રગટ થયા નહીં બાદમાં રાજાજી ભાવનગર પહોંચ્યા. રાજાજીને સ્વપ્નમાં સંકેત આપી માં ખોડિયારે કહેલ કે તેઓ હરહંમેશ રાજકુળની સહાય કરતા રહેશે. માં ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ એવા ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે. મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીએ ગળધરાના કાંઠે નાનું ગામ વસાવ્યું અને તેનું નામ રાજપરા રાખ્યું.

પગપાળા આવતા સંઘો અને ભક્તો ભાવનગરથી 16 કિમી દૂર આવેલું અને રાજવી પરિવાર સ્થાપિત રાજપરા ખોડીયાર ખાતે સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન સાથે નવરાત્રી દર્શનનો પ્રારંભ થયો હતો. સામાન્ય સંજોગોમાં લાખો ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે વહેલી સવારની મહા આરતીનું અનેરું મહત્વ હોય છે. નવરાત્રીમાં રાજ્યભરમાંથી અનેક સંઘો પગપાળા અહીં આવતા હોય છે. પરંતુ આ વખતે વધુ પડતી જનમેદની એકઠી થશે જેને લઈને વ્યવસ્થા અંગેના લોકો માટે સુવિધાઓ આપવામાં આવી છે. (rajpara khodiyar maa nu mandir)

ભક્તોમાં શક્તિના નારા સાથે આગળને આગળ દર્શનાર્થે આવી પહોંચેલા ભક્તોમાં શક્તિના નારા લગાવી તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં લોકો શ્રીફળ-ચુંદડી-પ્રસાદ ધરાવી માં ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. પરંતુ આ વખતે શ્રીફળ-ચુંદડી પ્રસાદ ભક્તોએ પોતાના હાથમાં રાખી ભાવ સાથે માતાજીને ધરાવી રહ્યા છે. જયારે મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. (rajpara khodiyar maa na geet)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.