ETV Bharat / city

ભાવનગર મનપામાં મેયરનું નામ છાનાખૂણે જાહેર, વર્ષાબાએ જીતુ વાઘાણી સામે કર્યા આક્ષેપ - BJP bhavnagar

ભાવનગર મનપા દ્વારા મેયર અને અન્ય પદોના નામ જાહેર કરાયા છે ત્યારે વર્ષાબા પરમારે વાઘાણી સામે વિરોધ નોંધાવી વિવાદ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે જીતુ વાઘાણી અને ભાજપે તેમની સાથે અન્યાય કર્યો છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Mar 12, 2021, 11:06 AM IST

  • વર્ષાબાએ કાર્યાલય પર આંસુ વહાવ્યા
  • મિડીયાને જાણ કર્યા વિના ખોલી નખાયા કવર
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ વિના ટોળાએ આપી શુભેચ્છાઓ

ભાવનગર: ભાવનગર મહ્નાગરપાલિકામાં સત્તા મેળવ્યા બાદ ભાજપે છાનાખૂણે કાર્યાલયે મેયર સહિતના પદોની જાહેરાત કરી દીધી અને પછી વર્ષોથી દબાતો આવતો જુથવાદ સામે આવ્યો હતો. કીર્તિબેન દાણીધરિયાને મેયર પદ મળતા રેસમાં રહેલા વર્ષાબા હિબકે હિબકે રડીને પ્રદેશ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, મેયર પદેથી તેનું નામ કાપવામાં આવ્યું છે.

મીડિયાને દુર રાખવા ભાજપના આગેવાનો કેમેરા આડા હાથ રાખ્યા

ભાવનગરના મેયર, સ્ટેન્ડિંગ સહિતના પદો પર જાહેરાત કરાઈ

ભાવનગર મહ્નાગરપાલિકામાં આજદિન સુધી નિયમાનુસાર સ્ટેન્ડિંગના બોર્ડ રૂમમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિતના કવર ખોલીને જાહેરાત થતી હોય છે પરંતુ નવી બોડીમાં વિવાદ હતો તેથી ભાજપે મીડિયાને જાણ કર્યા વગર શહેર ભાજપ કાર્યાલય ખાતે કવર ખોલી નાખ્યા અને જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં મેસેજ પણ વહેતો કરી દીધો હતો. મેયર પદે કીર્તિબેન દાણીધરિયા, ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરુભાઈ ધામેલીયા અને શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ અને દંડક તરીકે પંકજસિંહ ગોહિલની નિમણુક કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરા શહેરના કોણ બનશે મેયર? જુઓ વિજેતા ઉમેદવારોની સંભવિત યાદી

નવી ટીમની રચના થતા વિવાદ સામે આવ્યો

શહેર ભાજપ દ્વારા કીર્તિબેન દાણીધરિયાનું નામ જાહેર કરાતા મેયરની રેસમાં રહેલા વર્ષબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા અને રોષે ભરાયેલા વર્શાબાએ પૂર્વ પ્રદેશ પ્રમુખ દ્વારા તેનું નામ કપાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વર્ષાબાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ તેઓ નગરસેવક હતા અને હાલમાં પણ જીતું વાઘાણીએ તેમને કોઈ પદ આપ્યું નથી, એટલે આ નવી બોડીમાં પણ તેમની સાથે અન્યાય થયો છે. વર્ષાબા રડતા હતા ત્યારે મીડિયાને તેનાથી દુર રાખવા માટે ભાજપના આગેવાનો કેમેરા આડા હાથ રાખી દીધા હતા અને મીડિયાને દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

કીર્તિબેન દાણીધરિયા
કીર્તિબેન દાણીધરિયા

રાજીવ પંડ્યાએ વર્ષાબાના બનાવ વિશે વાત કરી

ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ વર્ષાબાના બનાવમાં કહ્યું હતું કે, તેઓની લાગણી છે વાત અલગ છે પરંતુ જે નામો જાહેર કરવામાં આવ્યામાં આવ્યા છે તે સંયુક્ત અને પ્રદેશના નિર્ણયના આધારે કરવામાં આવ્યા છે, વર્ષાબાએ રાજીનામાં સુધીની વાત કરવા મુદ્દે શહેર પ્રમુખે તેનો તે અંગત નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં કોણ બનશે મેયર ? દર્શની કોઠીયા કે, હેમાલી બોધવાળા

શહેર કાર્યાલય વિવાદ બાદ મનપામા સભા અને શુભેચ્છા

ભાવનગર શહેર કાર્યાલયે વિવાદ અને વરણીઓ થયા બાદ ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ સભા યોજાઈ હતી. જેમાં નવનિયુક્ત મેયર કીર્તિબેન દાણીધરિયા પ્રમુખ પદે હાજર રહીને સભા પૂર્ણ કરી હતી. બાદમાં મેયરની ચેમ્બરમાં તેમના અનુયાયીઓ દ્વારા શુભેચ્છાઓ આપવા લોકો પહોંચી ગયા હતાં. તેવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય પદો પરના વ્યક્તિઓને મહામારીના નિયમોના ભંગ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.