ETV Bharat / city

ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને કપાસના પાકને 50 ટકાથી વધારે નુકસાન, 3 ડેમ ઓવરફ્લો - Gujarat News

ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે કુંભણ, લખુપરા, ગોરસ સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સાથે મહુવમાં સિંચાઈનું પાણી આપતો માલણ ડેમ ઓવરફ્લો થયો હતો. રોજકી અને બગડ ડેમ 90 ટકાની સપાટી વટાવી ચુક્યા છે. જેથી તંત્ર દ્વારા નીચાંણવાળાવિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

Latest news of Bhavnagar
Latest news of Bhavnagar
author img

By

Published : Sep 25, 2021, 7:46 PM IST

  • મહુવાને સિંચાઈનું પાણી આપતા 3 ડેમ માલણ, રોજકી અને બગડ ઓવરફ્લો
  • નીચાંણવાળા ગામોને કરાયા એલર્ટ
  • અતિવૃષ્ટિને કારણે મગફળી અને કપાસના પાકને 50 ટકાથી વધારે નુકસાન
  • મગફળી જમીનમાં ઉગી જતા પશુચારા તરીકે પણ ઉપયોગમાં આપી શકે તેમ નથી

ભાવનગર: ચોમાસાની શરૂઆતમાં વરસાદ થવાને કારણે ખેડૂતોએ વાવણી તો કરી નાખી પણ બાદમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા હતા. જોકે બાદમાં ભાદરવો ભરપુર વરસતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું હતું અને મહુવમાં સિંચાઈનું પાણી આપતો માલણ ડેમ ઓવરફ્લો થયો હતો. રોજકી અને બગડ ડેમ 90 ટકાની સપાટી વટાવી ચુક્યા છે. જેથી તંત્ર દ્વારા નીચાંણવાળાવિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ અતિવૃષ્ટિને કારણે કુંભણ, લખુપરા, ગોરસ સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. Etv Bharat દ્વારા રીયાલીટી ચેક કરવાનો પ્રયત્ન કરતા કુંભણ ગામમાં 50 ટકાથી વધારે નુક્સાન થયું હોવાનો અંદાજ આંકી શકાય તેમ છે.

ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને કપાસના પાકને 50 ટકાથી વધારે નુકસાન

આ પણ વાંચો: દરેડના ખોડિયાર મંદિરમાં વરસાદી પાણી ઘુસ્યાં

હજુ વધુ વરસાદ પડે તો નુકસાની વધારે થવાની ખેડૂતોમાં ચિંતા

બીજી તરફ ખેડૂતોની જો વાત માનીએ તો મહુવા પંથકમાં મગફળી અને કપાસના વાવેતરમાં નુકશાની જોવા મળી રહી છે. કારણ કે મગફળી અને કપાસના ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાના કારણે મગફળીનો છોડ બળી જાય છે અથવા પીળો પડી જાય છે. જેથી અંદર મગફળીને પૂરતું પોષણ મળતું નથી અને કપાસમાં પણ છોડ પૂરતો હોવા છતાં તેના જીંડવા ખરી પડે છે. જેથી કહી શકાય કે, ખેડૂતોને પડ્યા પર પાટું એટલે કે હાલ અણઉગેલી મગફળી ખેંચવા માટે પણ ખર્ચ કરવો પડી રહ્યો છે અને ખેચેલ મગફળીના પાત્રા પર વરસાદ પડતાં તે હવે પશુચારા માટે પણ ઉપયોગમાં આવી શકે તેમ નથી. હવે જો વરસાદ પડે તો આ પંથકમાં મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. માટે જ ખેડૂતો મેઘરાજને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે અને ખેત મજૂરો પણ રોજીરોટી વગરના થઇ રહ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢ મનપા દ્વારા અંદાજિત 70 લાખના ખર્ચે સ્મશાનગૃહને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.