ETV Bharat / city

ભાવનગરના પ્રવેશદ્રાર પર અકસ્માતોમાં વધારો, વાતું નહીં કામ કરો અને ઝડપી કરોની ઉઠી માગ - ભાવનગરના વિકાસના કામો

ભાવનગરની આન બાન અને શાન જે રીતે રજવાડું જાળવી શક્યું તેમ ભાવનગરના એક પણ રાજકરાણીઓ ભાવનગરના વિકાસમાં ઊંડા ઉતર્યા નથી. એક માત્ર શહેરના પ્રવેશદ્વાર કહેવાતા ગૌરવપથ પર અનેક અકસ્માતોમાં વર્ષોથી લોકોના જીવ હોમાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ગૌરવપથ પર ફલાયઓવર અને એક્સલેન બનાવવાની લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. 10 વર્ષ બાદ હવે કામ હાથ પર લીધું છે. ત્યાં બે જીંદગીઓ હોમાઈ ગઈ છે. હવે લોકોને ટ્રાફિક ધરાવતા ગૌરવપથ પર નીકળતા ડર લાગે છે અને માગ કરી રહ્યા છે કે હવે વાતું નહીં કામ કરો અને ઝડપથી કરો.

Bhavnagar
ભાવનગર
author img

By

Published : Oct 4, 2020, 8:28 AM IST

  • ભાવનગરમાં 22 વર્ષથી મહાનગરપાલિકામાં સત્તામાં
  • ગૌરવપથ તરીકે જાણીતા આ માર્ગમાં ઢોરનો અને ખાડાઓનો ત્રાસ
  • અકસ્માતથી હવે પ્રજા ગૌરવપથને અકસ્માતનો માર્ગ માની રહ્યા છે
  • વિકાસની વાતોથી પ્રજા કંટાળી કહ્યું હવે કાંઇક કરો જીંદગીઓ હોમાઈ

ભાવનગર: શહેરનો પ્રવેશ દ્વાર એટલે ગૌરવપથ પણ આ રસ્તા પર વધતા ટ્રાફિક સમસ્યામાં અનેક અકસ્માતો થયા છે. જેમાં નાના બાળક સહિત મોટા અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે હાલમાં અકસ્માતમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. 22 વર્ષથી શાસન કરતી ભાજપની સત્તા 10 વર્ષથી લોલીપોપ ચૂંટણીમાં ફલાયઓવર અને સિક્સલેનની આપી રહી છે.

ભાવનગરના પ્રવેશદ્રાર પર અક્સમાતોમાં વઘારો

આ વર્ષે પણ ચૂંટણી માથે મંડરાતાં ફલાયઓવરનું ખાતમુહૂર્ત કરાયું છે. જમીની હકીકત હજુ તેની તે છે અને પ્રજા આ માર્ગ પર નીકળતા મૃત્યુનો ડર અનુભવે છે. ભાવનગરનો પ્રવેશદ્વાર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર અને બોરતળાવ વોર્ડમાંથી પસાર થઈને શહેરમાં પ્રવેશ કરે છે. ભાજપ વિકાસના નામે મત મેળવીને 22 વર્ષથી મહાનગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યું છે.

પ્રવેશદ્વાર હોવાને કારણે આશરે 5 કિલોમીટરના માર્ગમાં વારંવાર અકસ્માતો સર્જાય છે. છેલ્લા 10 દિવસમાં અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. સવારમાં કામે જતી મહિલાને લકઝરી બસે હડફેટે લીધી તો પુત્રની સાથે જતા પિતા બસની હડફેટે મૃત્યુ પામ્યા હતા. ગૌરવપથ તરીકે જાણીતા આ માર્ગમાં ઢોરનો અને ખાડાઓનો ત્રાસ છે.

અકસ્માતથી હવે પ્રજા ગૌરવપથને અકસ્માતનો માર્ગ માની રહ્યા છે.ગૌરવપથની છેલ્લા 22 વરસથી સ્થિતિ અને થતા અકસ્માતને પગલે વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે માત્ર વાતું કરીને પ્રજા મત લઈને સત્તા ભોગવી રહ્યા છે અને વિકાસના કામોની માત્ર વાતું કરવામાં આવી છે.

ભાવનગરના નારી ચોકડીથી પ્રવેશદ્વાર શરૂ થાય છે અને રાજકોટથી અને અમદાવાદ તેમજ અમરેલી તરફથી આવતા લોકોને નારી ચોકડીથી ભાવનગરમાં પ્રવેશ કરવો પડે છે. છેલ્લા 10 વર્ષ પહેલાં મનપાની બે વખતની ચૂંટણીમાં ગૌરવપથ ઉપર સિક્સલન રોડ અને ફલાયઓવર બનાવવાની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી હતી. ભાષણોમાં પણ ભાજપ દ્વારા જોરશોરથી મુદાઓ કહેવાયા હતા, પરંતુ અફસોસ એ વાતનો કે ત્રીજી ચૂંટણી આવી ગઈ છે.

દેસાઈનગરથી નારી ચોકડીના સિક્સલેનની કામ છેલ્લા છ મહિના પહેલા કરવામાં આવ્યું હતુ. જ્યારે થોડા દિવસ પહેલા ચૂંટણી માથે છે એટલે ફલાયઓવર દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

ભાવનગરના વિકાસના કામો જે 10 વર્ષમાં થવા જોઈએ તે 22 વર્ષે પૂર્ણ થયા નથી. 22 વર્ષે પછી હજુ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એક સમયે રજવાડાનો દબદબો હતો તેવો દબદબો રાખવામાં રાજકીય પક્ષો નિષ્ફળ રહ્યા છે. હવે તો પ્રદેશ પ્રમુખ બાદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવું પદ ભાવનગરને આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રથી લઈ ભાવનગર મહાનગરપાલિકા સુધી સત્તામાં બેઠેલા ભાજપના શાસકો ભાવનગરનો દબદબો રજવાડા જેવો લાવવામાં સફળ થશે કે કેમ તે જોવું રહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.