ભાવનગરઃ ભાવનગરમાં જૈન સમાજે પોતાની ભક્તિને અલગ રીતે વ્યક્ત કરી છે. જેમ વડાપ્રધાન માટે ઘંટનાદ થઈ શકે તો પોતાના ભગવાન માટે કેમ નહિ એ પણ જૈન સમાજે સાબિત કરીને બતાવ્યું છે. જૈન સમાજે ઘરના આંગણા અને ગેલેરીમાં ભગવાનના વધામણાં ઘંટનાદથી કર્યા હતા.
લોકડાઉનની સ્થિતિમાં કોઈ પણ તહેવાર કે જંયતિની ઉજવણી કરવી શક્ય નથી. ત્યારે ભાવનગરમાં જૈન સમાજે મહાવીર જન્મ જયંતિની અનોખી ઉજવણી કરી હતી. ભાવનગરમાં મોટા ભાગના જૈન ભાઈઓ બહેનોએ ઘરની બહાર ગેલેરીમાં થાળી વગાડી ઉજવણી કરી હતી.
લોકડાઉન વચ્ચે ભગવાન મહાવીરની જન્મ જયંતિ નિમિતે મંદિર સુધી જવું શક્ય નથી. ત્યારે જૈન સમાજે મહાવીર જયંતિની ઉજવણી થાળી વગાડી કરી હતી. જેમ દેશના વડાપ્રધાને ઘંટનાદ કરાવ્યો તેવી રીતે આજે જૈન સમાજના લોકોએ ભગવાન માટે ઘંટનાદ કર્યો હતો. શહેરના કાળાનાળા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટ સહિત અન્ય સ્થળો પર થાળી વગાડીને ભગવાનના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.