ETV Bharat / city

ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રિકવરીની આશા - Lockdown loss

ભાવનગર શહેરમાં વિદેશ સુધી જતાં ગાંઠિયા વેપારીઓને કરોડોનું નુકશાન ગયું છે. હવે ફરી દુકાનો ખુલતાં વેપારીઓએ લોકોને આહવાન કર્યું છે કે દેશ બચાવવા માટે લોકલ થિયરી પર ભાર મૂકવો પડશે, જો કે 50 દિવસથી પડતર પડેલા માલનો નાશ કરી ગાંઠિયાના વેપારીઓએ નવો પ્રારંભ કરી તાજા ગાંઠિયા ઉપલબ્ધ કર્યા છે.

ભાવનગરઃ લૉકડાઉન સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રીકવરીની આશા

author img

By

Published : May 23, 2020, 3:13 PM IST

ભાવનગર: ભાવનગર ગાય, ગાંડા અને ગાંઠિયાથી વખણાતું શહેર છે. ભાવનગરી ગાંઠિયા પર કોરોનાના કારણે ગ્રહણ લાગ્યું હતું જેથી લોકોને જીભને મળતો સ્વાદ જતો રહ્યો હતો એટલું જ નહીં ભાવનગરના ગાંઠિયાના વેપારીઓને લાખો નહીં પણ કરોડોમાં નુકશાન ગયું છે. જો કે ગાંઠિયાના વેપારીઓ ચોક્કસ આંકડો નથી આપી શક્યાં, પણ કરોડોનું નુકશાન જરૂર માની શકાય.

ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન
ભાવનગરમાં ઘરમાં ગાંઠિયા ના હોય તેવું એક પણ ઘર નહીં હોય કારણ કે ગાંઠિયા ભાવનગરીઓના વારસામાં વણાયેલાં છે પણ લૉક ડાઉનના કારણે બધી દુકાનો બંધ હતી અને ગાંઠિયા બનાવનારના ચૂલા અને તાવડા થંભી ગયાં હતાં. વેપારીઓ પણ પરિસ્થિતિ સામે લાચાર હતાં અને પ્રજા પણ ત્યારે આ લૉક ડાઉનના 50 દિવસમાં વેપારીઓને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે
ભાવનગરઃ લૉકડાઉન સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રીકવરીની આશા
ભાવનગરઃ લૉકડાઉન સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રીકવરીની આશા
ભાવનગરમાં લાખો નહીં પણ કરોડોના ગાંઠિયાનું નુકશાન થયું છે. જો કે નુક્શાનનો આંકડો કાઢવો મુશ્કેલ છે. કારણ કે ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા બનાવનાર ચારપાંચ વેપારીઓનું ટર્ન ઓવર મોટું છે. સમગ્ર રાજ્ય અને દેશ સહિત વિદેશમાં ગાંઠિયા મોકલવામાં આવે છે ગાંઠિયા ઝીણાં, અંગૂઠિયા, તીખા, મરીવાળા આમ અનેક પ્રકારના આશરે 20 પ્રકારમાં ગાંઠિયા બને છે ભાવનગરના પ્રખ્યાત મનુભાઈ ગાંઠિયાવાળાએ તો ગાંઠિયાનો મોલ બનાવ્યો છે અને લોકડાઉનમાં તેમની સ્થિતિ પણ પીડાકારક રહી હોવાનું જણાવી રહ્યાં છે.

ભાવનગરમાં લોકડાઉનમાં અચાનક બંધ થયેલી બજારોના કારણે તૈયાર ગાંઠિયાનો જથ્થો ફેંકી દેવો પડ્યો છે તો સાથે બે મહિનામાં આવક શૂન્ય રહી છે છતાં ભાવનગર જેવાે સંસ્કારીનગરીના વેપારીઓએ ફરી નવા ગાંઠિયાનો જથ્થો તૈયાર કરી લોકોને જીભે ગાંઠિયાનો ચટાકો ફરી અપાવ્યો છે જેને ભાવેણાંવાસી હર્ષભેર આવકારી રહ્યાં છે અને વડાપ્રધાનના સૂત્રને અનુસરવા આહવાન કરી રહ્યાં છે કે સ્વદેશી અપનાવો. દેશ બચાવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.