ETV Bharat / city

છેલ્લા 5 વર્ષના અલંગ ઉદ્યોગના ઉતાર ચઢાવ પર વિશેષ અહેવાલ.. - ETV bharat Special Report

સમગ્ર વિશ્વમાં બીજા નબરનું સ્થાન ધરાવતા ભાવનગર જિલ્લાનું અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ માટે જાણીતું છે. અલંગ ઉદ્યોગમાં વર્ષ 2016 પહેલા 300 થી 400 જેટલા જહાજો ભંગાણ અર્થે આવતા તે ઉદ્યોગમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. હાલ કોરોના કાળમાં અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે શીપ બ્રેકરો દ્વારા સરકાર પાસે અલંગ ઉધોગને બચાવવા અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે.

અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ પર કોરોનાની અસર

author img

By

Published : Dec 28, 2020, 5:47 PM IST

  • અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ પર કોરોનાની અસર
  • અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો
  • શીપ બ્રેકરો દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની સરકાર પાસે કરાઈ માંગ

ભાવનગરઃ કોરોના કહેરના કારણે દેશમાં લોકલાઉન લગાવવામાં આવ્યું હતુ, જેની માઠી અસર ઉદ્યોગોને પડતા જિલ્લાના અલંગ ખાતે આવેલા શીપ રીસાયકલીંગ ઉદ્યોગને પણ ખૂબ મોટી અસર થઈ છે. કોરોના કાળમાં લગાવેલા લોકડાઉનના કારણે અલંગ ખાતે આવતા જહાજો પર રોક લગાવવામાં આવી હતી, જેથી ચાર મહિના સુધી એક પણ જહાજ નહી આવતા શીપ બ્રેકરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ
અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ

છેલ્લા 5 વર્ષ દરમિયાન આવતા જહાજો પર એક નજર

અલંગ ખાતે આવેલા શીપ રીસાયકલીંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી તેમજ શીપ રીસાયકલીંગ એસોસિએશનના પ્રમુખ રમેશ મેંદપરાએ જણાવ્યું કે, અલંગ ખાતે અગાઉના વર્ષોમાં 300 થી 400 જહાજો કટિંગ માટે આવતા હતા, જે સમય બદલાતા છેલ્લા 5 વર્ષમાં અલંગમાં જહાજો આવવાની સંખ્યામાં ઘટડો થઈ રહ્યો છે. વર્ષ 2016માં 259 જહાજો, 2017-18માં 253 જહાજો, 2018-19માં 219 જહાજો, વર્ષ 2019-20માં 202 જહાજો અને ચાલુ વર્ષ 2020-21 નાં નવેમ્બર માસ સુધીમાં માત્ર 111 જહાજો જ કટિંગ માટે આવ્યા છે. આમ દિવસેને દિવસે કટિંગ માટે આવતા જહાજોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વર્ષ-2020ના નવેમ્બર માસ સુધીમાં માત્ર 111 જહાજો જ કટિંગ માટે આવ્યા

શીપ એસોસિએશન પ્રમુખે વધુમાં જણાવ્યું કે, વર્ષ-2020ના નવેમ્બર માસ સુધીમાં માત્ર 111 જહાજો જ કટિંગ માટે આવ્યા છે. કોરોના સમયમાં લોકડાઉન દરમિયાન શીપ બ્રેકરોને ખુબ જ મોટું નુકશાન થયુ છે. લોકડાઉન દરમિયાન મજૂરોને પગાર, રહેવા જમવાની વ્યવસ્થા તેમજ બજારો બંધ રહેતા માલનો ઉપાડ નહિ થતા તેમજ ડોલરમાં થતા ફેરફારને કારણે મોટી નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

શીપ બ્રેકરોની પડતર પશ્નોના ઉકેલ માટે સરકાર પાસે માંગ

અલંગ ખાતે આવતા જહાજોમાં થતા ઘટાડામાં અન્ય દેશમાંથી આવતા જહાજો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ જહાજ કટિંગ કરવામાં આવતા મોટા ભાગ નાં જહાજો એ દેશો તરફ જતા રહે છે.શીપ બ્રેકરો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જો અલંગ શીપ બ્રેકરો દ્વારા કરવામાં આવેલ પડતર માંગણીઓ જેવી કે ભાડામાં રાહત ,પ્લોટ નુ ૪૫ મીટર નાં માંપ પર રકમ ની વસુલાત અને પાચ વર્ષ ની પોલીસી રીન્યુઅલ જેવી માગણીઓ પર ધ્યાન દેવામાં આવે તો અલંગ માં પણ જહાજો આવવાની સંખ્યામાં વધારો થઇ શકે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ જહાજ કટિંગ કરવામાં આવતા મોટા ભાગનાં જહાજો એ દેશો તરફ જતા રહે છે. શીપ બ્રેકરો દ્વારા સરકાર પાસે ભાડામાં રાહત, પ્લોટનુ 45 મીટરના માંપ પર રકમની વસુલાત અને પાચ વર્ષની પોલીસી રીન્યુઅલ જેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી જો સરકાર દ્વારા તેમની માગણીઓ પર ધ્યાન દેવામાં આવે તો અલંગમાં પણ જહાજો આવવાની સંખ્યામાં વધારો થઇ શકે છે.

અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.