ETV Bharat / city

ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમ જ ભૂગર્ભ જળ સંચય કરી વધુ પ્રમાણમાં જળ સંગ્રહ કરી શકાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝૂંબેશ ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આવતા નાના ચેક ડેમો, તળાવો ઊંડા ઉતારવા, તળાવોને સાફ કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વાડી તેમ જ ખેતરોમાં રહેલા કૂવાને પણ રિસોર્સિંગ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત વધુમાં વધુ લોકો આ યોજનામાં સહભાગી બનવા સિચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ
ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ
author img

By

Published : Mar 10, 2021, 11:44 AM IST

  • ભાવનગરમાં સુજલામ સુફલામ યોજનાની તબક્કાવાર કામગીરી શરૂ
  • જિલ્લામાં 1 એપ્રિલથી 31 મે સુધી આ યોજના અંતર્ગત ચાલશે કામગીરી
  • કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી સમગ્ર કામગીરી કરવામાં આવશે
  • યોજનામાં સહભાગી થવા સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ અપીલ

ભાવનગરઃ ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગરમાં જળ સંપત્તિ વિભાગ આ વર્ષે 1 એપ્રિલથી 31 મે સુધી કામગીરી કરશે. આ કામગીરીમાં નાના ચેક ડેમો, તળાવો ઊંડા ઉતારવા, તળાવોને સાફ કરવા જેવી કામગીરી કરાશે. જોકે, આ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તે બાબતનું ધ્યાન રાખીને પૂરતી જાગરૂકતા તથા સલામતી સાથે કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે આ ઝૂંબેશમાં મોટા પ્રમાણમાં લોકો જોડાઇ અને સફળતાપૂર્વક કામગીરી થાય તેવી અપીલ સિચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જિલ્લામાં 1 એપ્રિલથી 31 મે સુધી આ યોજના અંતર્ગત ચાલશે કામગીરી

આ પણ વાંચોઃ સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન

આ યોજનાની સ્થિતિ છેલ્લા 3 વર્ષ શું હતી?

સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ 2018, વર્ષ 2019 અને વર્ષ 2020માં આ યોજનાના ત્રણ તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 269 ચેકડેમ તથા 526 તળાવ ઉંડા ઉતારવામાં આવ્યા જેથી વર્ષ 2018માં 35.81 કરોડ લીટર પાણીનો સંગ્રહ અને વર્ષ 2019માં 177.67 કરોડ લીટર પાણીનો સંગ્રહ તેમ જ વર્ષ 2020માં 94.21 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો હતો.

આ પણ વાંચોઃ સુરસાગર ડેરી દ્વારા સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત મૃતકના પરિવારને ચેક અર્પણ કરાયા

સિંચાઈ વિભાગ દ્વારા યોજનાને લઈ તબક્કાવાર કામગીરીની તૈયારીઓ

આ વર્ષે પણ સરકાર દ્વારા આગામી ચોમાસા દરમિયાન જળ સંચયનો વ્યાપ વધારવા માટે સુજલામ સુફલામ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સિચાઈ વિભાગ દ્વારા અભિયાન હાથ ધરી યાદી તૈયાર કરવામાં આવી રહી છે ત્યારબાદ સિચાઈ વિભાગ દ્વારા તબક્કાવાર કામગીરીની શરૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.