ETV Bharat / city

કોળિયાકનો સૌથી મોટો ભાદરવી અમાસનો મેળો કોરોનાના પગલે રદ: અસ્થિ વિસર્જન માટે મંજૂરી પણ કેટલાને ? જાણો - Bhadarvi Amas

ભાવનગર જિલ્લાના ઘોઘાના કોળિયાક ગામ ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની ઉમટતી ભીડને પગલે કલેક્ટર દ્વારા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ ફરમાવ્યો છે. અસ્થિ વિસર્જન માટે અરજી કરનાર અને નિશ્ચિત કરેલાને શુ લઈને જવાની પરવાનગી ? જાણો

કોળિયાકનો સૌથી મોટો ભાદરવી અમાસનો મેળો
કોળિયાકનો સૌથી મોટો ભાદરવી અમાસનો મેળો
author img

By

Published : Sep 4, 2021, 10:12 PM IST

  • કોરોનાની ગાઈડલાઈન મુજબ જનમેદની થતી હોવાથી જાહેરનામું જાહેર કરી પ્રતિબંધ
  • આગામી 5 અને 6 તારીખે માત્ર બે લોકોને અસ્થિ વિસર્જન માટે મંજૂરી
  • મરણ પ્રમાણપત્ર સાથે અસ્થિ વિસર્જન માટે મંજૂરી

ભાવનગર- કોળીયાક ખાતે ભાદરવી અમાસના દિવસે યોજાતો પરંપરાગત લોકમેળો જાહેર જનતા માટે બંધ રાખતું જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલમાં વિશ્વભરમાં કોરોનાને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ત્રીજી લહેરની શક્યતા દર્શાવી છે. ભાવનગર તંત્રએ કોરોનાનું સંક્રમણ રોકવાના વિશેષ પગલાંઓ લેવાના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામાંથી સમગ્ર રાજ્યમાં અમલવારી માટેની ગાઈડલાઈન જાહેર કરી છે.

લોકમેળાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવનું પૌરાણિક સ્થાન આવેલું છે. ત્યાં દર વર્ષે ભાદરવી અમાસના દિવસે પરંપરાગત લોકમેળો યોજાય છે. આશરે પાંચ લાખથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેથી આગામી 5થી 6 સપ્ટેમ્બર ભાદરવી અમાસના દિવસે જનમેદની ભેગા થવાની સંભાવનાને પગલે કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી તકેદારીના પગલાઓના ભાગરૂપે લોકમેળાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

400 વ્યક્તિઓની મર્યાદામાં એકત્રિત થવાની પરવાનગી અપાઇ

ગુજરાત સરકાર દ્વારા જાહેરનામાંથી ધાર્મિક સ્થળોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં એકત્રિત થવાની પરવાનગી આપવામાં આવી છે. વધુમાં આ દિવસે જે લોકોના પરિવારજનો સ્વર્ગવાસ પામેલા છે. તેમના અસ્થિફુલ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પધરાવવા માટે મંજૂરી આપવા માટે પણ રજૂઆતો થઈ છે.

કોળિયાકનો સૌથી મોટો ભાદરવી અમાસનો મેળો કોરોનાને પગલે રદ

નિષ્કલંક મહાદેવ મંદિર તથા દરિયા કિનારા પર જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ

ભાવનગર કલેક્ટર દ્વારા જાહેરનામુ ફરમાવવામાં આવ્યુ છે. જેમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર તથા દરિયા કિનારા પર જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને તેઓના અસ્થિ વિસર્જન માટે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ, કોળીયાક ખાતે જવાના છે, તેમને વધુમાં વધુ 2 લોકો મરણ પ્રમાણપત્ર સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે રીતે ધાર્મિક વિધી કરવા માટે મુક્તિ આપવામાં આવે છે.

આ હુકમ કાયદેસરની ફરજ પર તથા આવશ્યક સેવાઓને લાગુ પડશે નહી

આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય અને કાયદેસરની ફરજ પર હોય તેને તથા આવશ્યક સેવાઓને લાગુ પડશે નહી. હુકમના અમલ અને તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.