ભાવનગર ભાવનગર શહેરમાં અનેક ગણપતિનું ઘરઘરમાં સ્થાપન ( Ganesh Utsav 2022 ) કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના પૂર્વ નગરસેવિકાએ પોતાના ઘરમાં પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ગણપતિનું સ્થાપન ( Jungle theme Ganpati Sthapna in Bhavnagar ) કર્યું છે.પર્યાવરણ બચાવવું કેટલું જરૂરી છે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પૂર્વ નગરસેવકે કર્યો છે. વર્ષોથી કોઈને કોઈ સામાજિક જાગૃતિ હેતુ દર વર્ષે ગણપતિ સ્થાપન કરતા આવ્યા છે. આ વર્ષે પર્યાવરણ મામલે નગરસેવકની ભક્તિ જાણીએ.
થીમ જંગલ ભાવનગરના મહાનગરપાલિકાના ઘોઘા સર્કલ વોર્ડમાં એક સમયે નગરસેવક રહી ચૂકેલા રાખીબેન મહેતા છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરે ગણપતિ લાવી રહ્યા છે. આ વર્ષે તેેમણે ઘરમાં જંગલ થીમ બનાવી ગણપતિ બોલાવ્યાં છે. જંગલ બનાવવા પાછળ માત્ર હેતુ એક જ છે. વધતા જતા પ્રદૂષણમાં પ્રકૃતિને બચાવવા માટે માણસોએ જાગવું પડશે. રાખીબેને ગ્લોબલ વોર્મિંગ સામે લોકોમાં જાગૃતિ આવે એવો સંદેશ ( Environment Decoration theme )દેવાના હેતુથી ગણપતિ દાદાનું સ્થાપન જંગલ જેવો માહોલ કરીને તેની વચ્ચે કર્યું છે.
આ પણ વાંચો મુંબઈમાં ભક્તોની અનેરી ભક્તિ, સોના ચાંદીના દાગીના બપ્પાને આપ્યા દાનમાં
કેવું બનાવ્યું જંગલમાં ગણપતિ સ્થાપન ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એમ તો રાખીબેન રાજકીય મહિલા છે. પરંતુ ગણપતિ દાદા પ્રત્યે તેમની અપાર શ્રદ્ધામાં તેઓ દર વર્ષે સ્થાપન ઘરમાં ગણપતિ દાદાનું કરે છે. આ વર્ષે જંગલ બનાવ્યું છેે તેમાં વૃક્ષ ડુંગર વાઘ હરણ અને ઝરણા સહિત વેલ મુકવામાં આવી છે. જંગલ જેવા માહોલની વચ્ચે ગજાનન બિરાજમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો ગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ
પહેલાં પણ છીમ સ્થાપન કર્યાં હતાં રાખીબેન દર વર્ષે ગણપતિદાદાનું સ્થાપન કરે છે તેમાં દર વર્ષે સાજસજાવટની થીમ અલગ હોય છે. ભૂતકાળમાં ગણપતિ સ્થાપનની થીમ માટે ચંદ્ર ગુરુકુળ દરિયો અને બાપાનો જન્મદિવસ પરની થીમમાં ગણપતિ સ્થાપન કરી ચૂક્યાં છે.