ભાવનગર: નવા બનેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Gujarat Congress New President)ભાવનગરના આંગણે પહેલી વખત પધારતા કોંગ્રેસે ઢોલ નગારા સાથે અને કોરોનાના નિયમોને નેવે મૂકીને સ્વાગત કર્યું હતું. જગદીશ ઠાકોર પહેલી વખત ભાવનગર (BJP accused of tarnishing Congress) આવતા તેમને ભાજપ અને તેની સરકારને આડેહાથ (Gujarat Congress President on BJP) લીધી હતી.
પ્રથમ વખત આવ્યા પ્રદેશ પ્રમુખ શા માટે અને કોને મળ્યા
ભાવનગરના ટલાજના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની એમ્બ્યુલન્સ અર્પણવિધિનો કાર્યક્રમ હોવાથી તેનું આમંત્રણ 7 દિવસ પહેલા મળ્યું હતું. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એમણે નક્કી કર્યો છે અને નિશ્ચિત સમય અને વિસ્તારમાં એમ્બ્યુલન્સ લોકોને અર્પણ કરવા માટેના કાર્યક્રમમાં હું આવ્યો છું, સાથે જ ભાવનગર શહેર અને જિલ્લાના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત પણ આજે સર્કિટ હાઉસમાં ખાતે રાખવામાં આવી હતી.
કોરોના મુદ્દે સરકારે લીધી આડેહાથ
ભાવનગર સર્કિટ હાઉસમાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું (Jagdish Thakore Accuses BJP) કે, વિશ્વની સંસ્થાઓ અને બીજી કેટલીક સંસ્થાઓએ વાત કરી હતી કે, બીજી લહેર કેટલી ઘાતક છે અને પરિણામો જે ગુજરાતની પ્રજાએ જોયા જેમાં 108માં 3 દિવસ દર્દી તરફડીને મરી જતા હતા, એમની અંતિમ ક્રિયા કરવા માટે પરિવારનો કે કોઇ સ્વજન એમની સાથે ન જાય તેવા દિવસો ગુજરાતની પ્રજાએ જોયા છે. સરકારે મૃત્યુ આંક 10 હજાર દર્શાવ્યો ત્યારે અમે કહ્યું હતું કે, 10 હજાર નહિ પણ 3 લાખ લોકોના મૃત્યુ થયા છે, તે સમયે આ વાત ભારતીય જનતા પાર્ટી કે રાજ્ય સરકાર સ્વીકારવા તૈયાર નહોતી.
ત્રીજી લહેરની તૈયારી માટે સરકાર પાસે સમય પણ નથી
સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે લપડાક આપી પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે 4 લાખની જોગવાઈ હતી, એમાં પણ 3 લાખ કેન્દ્ર સરકાર આપે અને તે સહાય માટે પણ રાજ્ય સરકાર કાયદો સુધારીને 50,000ની કરી નાખી છે, એમને હજાર લોકોને સહાય આપવામાં તકલીફ છે, વાઇબ્રન્ટમાં 700થી 800 કરોડ રૂપિયા ખર્ચવા છે, પણ ગુજરાતના કોવિડના દર્દીને બચાવવા માટે પૈસા નથી. ઉદ્યોગકારોને 25 હજારની થાળી અને 5 સ્ટાર હોટલો આપવી છે. ત્રીજી લહેરની તૈયારી માટે સરકાર પાસે સમય પણ નથી અને આયોજન પણ નથી.
કોંગ્રેસના નવા અને જૂના કાર્યકર વિશે જગદીશ ઠાકોરનો જવાબ
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોણી મારીને કે ધક્કો મારી ખુણામાં કરી દેવાની વિચારધારા કે સંસ્કાર અમારા નથી. કોઈને ઘરે બેસાડીને ગૂંગળામણ થઈ મારવાના વિચારો અમારી પાસે નથી. જુન અને નવું બંને સાથે મળીને માર્ગદર્શન મેળવે તાકાત મળવે અને આગળ વધે તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. શુભેચ્છા મુલાકાતે ભાવનગર આવ્યો છું આખા જિલ્લાના 50 મહત્વના આગેવાનો સાથે મિટિંગ કરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવાયેલી વાતો
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે કંઈ એક છાપ ઊભી થઈ છે, બીજેપી દ્વારા એક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, પાર્ટી સંગઠીત નથી. લોકોની વચ્ચે નથી એવી વાતો થઇ રહી છે, એ બધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવાયેલી વાતો છે. કોંગ્રેસે 2017 પછીના પરિણામ બાદ મિટિંગો કરી છે. ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયતના પરિણામો બાદ અમે ધીરે ધીરે સંગઠિત બની આગળ વધી રહ્યા છીએ.
અમારી પાસે 2017ના પરિણામો પછીનો રિપોર્ટ છે
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જુદા જુદા ઇલેક્શનમાં જુદી જુદી રીતે ગુજરાતમાં થર્ડ ફોર્સ આવી અને થર્ડ ફોર્સ પર જ્યારે જ્યારે આવે છે, ત્યારે પરિણામો તમે અને અમે જોયા છે. થર્ડ ફોર્સના પરિણામો પણ તેમની અપેક્ષા મુજબના નથી આવ્યા. અમારી પાસે 2017ના પરિણામો પછીનો રિપોર્ટ છે, દરેકમાં 600થી700 લોકો સાથેની ચર્ચાઓ અને આખો એક કાર્યક્રમનો ડેટા છે. લોકસભા ઇલેક્શન પરીણામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પરિણામો પછી અમારી પાસે સમીક્ષાઓ છે અમારી તૃષ્ટીઓ નાની મોટી છે, જે ચેક કરવાનું છે કે, તે બધી અમારી પાસે છે અને એ મુજબ સાથે 2022ના આગળના કાર્યક્રમો અને રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: