- આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
- અન્ય ભાષાઓના અતિક્રમણને કારણે ગુજરાતી ભાષાને ઘણી હાનિ પહોંચી છે
- ગુજરાતી ભાષાને થઇ રહેલા અન્યાય લઈને સમાજને એક નવી સમજણ આપી
અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દરેક વ્યક્તિ અને દેશને તેની માતૃભાષાને લઈને ખુમારી હોય અને હોવી જ જોઈએ તેવું સૌ કોઈ માની રહ્યાં છે, પરંતુ કેટલીક ભાષાઓને બચાવવા અને તેને લુપ્તપ્રાય બનતી અટકાવવા માટે વર્ષ 2000ની 21મી ફેબ્રુઆરીના દિવસે યુનેસ્કો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારથી આજના દિવસે સમગ્ર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિવિધ ભાષાઓના સમર્થ અધ્યાપકો અને સાહિત્યકારો દ્વારા આજે મનોમંથન કરાશે
સમગ્ર વિશ્વમાં 7 હજાર કરતા પણ વધુ ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાની મોટા ભાગની ભાષાઓ આજે લુપ્તપ્રાય થવાની કગારે પહોંચી ગઈ છે. લુપ્ત થઇ રહેલી ભાષાઓને બચાવવા માટે આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે માતૃભાષા બચાવો રેલીથી લઈને માતૃભાષામાં સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. જેના થકી લુપ્ત થતી તેમજ લુપ્તપ્રાય ભાષાઓને કઈ રીતે ફરીથી સમાજ જીવનમાં લાવી શકાય તે માટે વિવિધ ભાષાઓના સમર્થ અધ્યાપકો અને સાહિત્યકારો દ્વારા આજે મનોમંથન કરવામાં આવશે.
મને અંગ્રેજી ભાષા નથી ગમતી તેવું નથી, પરંતુ મને મારી માતૃભાષા પ્રત્યે આજે પણ અખૂટ લગાવ છે
આજના દિવસે મહાત્મા ગાંધીજી યાદ આવ્યા વગર ન રહી શકે તેમને કાયમ માટે કહેતા હતા કે, મને અંગ્રેજો નથી ગમતા પણ અંગ્રેજી ભાષા પ્રત્યે મને આદર છે. જો ગાંધીજીના શબ્દોને આપણે જીવનમાં ઉતારી શકીએ તો આપણે પણ કહી શકીયે કે, મને અંગ્રેજી ભાષા નથી ગમતી તેવું નથી, પરંતુ મને મારી માતૃભાષા પ્રત્યે આજે પણ અખૂટ લગાવ છે. જે કોઈ ક્યારે કોઈ મિટાવી નહીં શકે આવાજ પ્રયાસોથી લુપ્ત થઇ રહેલી કે લુપ્તપ્રાય ભાષાને ફરીથી માનવ જીવનમાં લાવી શકાય તેમ છે.