- INS વિરાટ 30 ટકા કપાયું
- આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જહાજ ભાંગવામાં આવી રહ્યું છે
- અનેક વિવાદો બાદ INS વિરાટનું થઈ રહ્યું છે કટિંગ
ભાવનગરઃ જિલ્લાના અલંગ ખાતે જુલાઇ-2020માં 38.54 કરોડ રૂપિયામાં ઓનલાઇન હરાજીમાંથી ભારતનું ઐતિહાસિક અને સૌથી જૂનુ યુધ્ધ જહાજ શ્રીરામ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યું હતુ. ત્યારબાદ અનેક વિવાદો સર્જતા વિરાટનાં કટિંગ પર રોક લગાવવા તેમજ તેને મ્યુઝીયમમાં તબદીલ કરવા મુંબઇની કંપનીએ રક્ષા મંત્રાલય, મુંબઇ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીની લડત આપી હતી. ત્યારબાદ ડીસેમ્બર 2020માં જહાજને કટિંગ માટે મંજૂરી મળતા કટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે જાન્યુઆરીનાં અંતિમ સપ્તાહ દરમિયાન 30 ટકા જેટલું શીપ કટિંગની કાયવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.
9 માસ સુધી આ જહાજ ભાંગવાની પ્રક્રિયા ચાલુ રહેશે
વિરાટ જહાજનું કટિંગ કરતા શ્રી રામ ગ્રુપના માલિકે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જહાજ ભાંગવામાં આવી રહ્યું છે. હજુ વધુ 9 માસ સુધી આ જહાજ ભાંગવાની પ્રક્રિયા ચાલુ રહેશે. તેમજ હજુ પણ મોટા જહાજો ભંગાણ અર્થે આવવાના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.