- ભાવનનગરના રાજપરા ગામના યુવકને ધમકી મળતા તેણે ઝેર પીધું
- યુવકને ઘટનાસ્થળે ઊલટી થતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો
- બેન્કમાં મૂકેલા ઘરેણા ન છોડાવી આપે તો મારી નાખવાની ધમકી મળતી હતી
ભાવનગરઃ ખોડિયાર રાજપરા ગામે રહેતા ભરતભાઈ લુણગાતર નામના યુવાને સિહોર જઈને સિહોરની એલડી મુનિ હાઈસ્કૂલ પાસે અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા તેને ઘટના સ્થળે ઊલટીઓ થવા લાગી હતી. આથી ઝેરી દવા પીધા બાદ ભરતભાઈએ તેમના પત્નીને જાણ કરી હતી. ભરતભાઈના કાકાનો દીકરો અને તેમના પત્નીએ સર ટી હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં તેઓ હાલ સારવાર નીચે છે.
ભરતભાઈએ શા માટે પીધી ઝેરી દવા?
રાજપરા ગામના રહેવાસી ભરતભાઈના ભાઈ ત્રણ મહિના પહેલા મૃત્યુ પામ્યા છે ત્યારે તેમના ભાઈએ ગામના લાલભાઈ પાટડીયા નામના વ્યક્તિના ઘરની સ્ત્રીના ઘરેણાં સિહોરની બેન્કમાં મૂકીને લોન અપાવી હતી. તેથી ઘરેણા છોડાવવા માટે લાલાભાઈ અને તેમની માતા ગીતાબેને ભરતભાઈને ઉપરની વિગત જણાવી તેના ભાઈના લીધેલા ઘરેણા છોડાવવા માટે કહ્યું હતું અને નહીં લાવી આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરની વિગત પ્રમાણે, ધમકી મળતા તેને લાગી આવતા તેને ઝેરી પાવડર પિયને જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરની વિગત પ્રમાણે, ભરતભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં લાલાભાઈ પાટડીયા અને તેમની માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.