ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં 50 ટકા વરસાદ બાદ ખેંચથી કપાસ, મગફળીના પાક પર અસર: ખેડૂત ચિંતામાં

ભાવનગર જિલ્લામાં વરસાદ માત્ર 50 ટકા નોંધાયો છે, તેવામાં કપાસનું સૌથી વધુ વાવેતર છે અને બાદમાં મગફળી અને બાજરીનું છે. પણ કપાસના ડુંડવા બેસી ગયા છે અને મગફળી હજુ કાચી છે. તેવામાં વરસાદના ખેંચથી ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. જો કે, હવે વરસાદ આવે અને પછી પણ ખેંચ થશે તો પણ કપાસને અસર થતી જોવા મળશે.

ખેડૂત ચિંતામાં
ખેડૂત ચિંતામાં
author img

By

Published : Sep 3, 2021, 7:35 PM IST

  • ભાવનગર જિલ્લામાં 50 ટકા વરસાદથી ખેતીના પાકો પર ખતરો ઉભો થયો
  • મહુવા ગારીયાધાર સિવાયના 7 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ
  • સૌની યોજના હેઠળ પાણીની શક્યતા નથી, ત્યારે કુદરત ભરોશે ખેડૂત - ખેડૂત અગ્રણી

ભાવનગર- હાલ મેઘ મહેર 50 ટકા રહ્યો છે, ત્યારે જિલ્લામાં 10 તાલુકા પૈકી 7 તાલુકાનો વરસાદ 27થી 55 ટકાની અંદર છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ,બાજરી અને મગફળીનું વાવેતર વધુ છે. આગામી 15 દિવસમાં સારો વરસાદ નહિ આવે તો અને સિંચાઈનું પાણી નહિ મળે તો ખેડૂતોને પાક નબળી ગુણવત્તાનો અથવા ઓછા ઉતારાનો પાક મળવા પાત્ર બનશે એટલે ઉત્પાદનમાં ઘટ આવશે.

ભાવનગર જિલ્લામાં 50 ટકા વરસાદ બાદ ખેંચથી કપાસ, મગફળીના પાક પર અસર

આ પણ વાંચો- ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો નોંધાતા જિલ્લા વહીવટી તંત્રએ ચોમાસુ પાકને બચાવવા જાહેર કરી એડવાઇઝરી

ભાવનગરમાં કેટલું અને ક્યા પાકનું સૌથી વધુ વાવેતર કરાયું

ભાવનગર જિલ્લામાં વરસાદ 50 ટકા નોંધાયો છે, જિલ્લામાં મહુવામાં સિઝનનો 78 ટકા અને ગારીયાધારમાં 82 ટકા વરસાદ નોંધાયો છે. આ બે તાલુકા સિવાયના તાલુકામાં 36 ટકાથી લઈને 55 ટકા સુધી વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતોને સીધી અસર થઈ છે. જિલ્લામાં ખેતીની સાડા ચાર લાખ હેકટર જમીનમાં 4,16,385 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં કપાસનું સૌથી વધુ 2,21,106 હેકટરમાં, મગફળી 1,16,958 હેકટર અને બાજરી 14,193 હેકટરમાં વાવેતર કરાયું છે.

કપાસ, મગફળીના પાક પર અસ
કપાસ, મગફળીના પાક પર અસ

વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની સ્થિતિ શુ ? જિલ્લામાં 10 માંથી 6 તાલુકામાં ઓછો વરસાદ ક્યાં

ભાવનગરમાં વરસાદ સૌથી વધુ મહુવા અને ગારીયાધારમાં છે, ત્યારે 50 ટકા વરસાદ પાલીતાણા પંથકમાં છે તો અન્ય જેસર, સિહોર, ઉમરાળા, વલભીપુર, ઘોઘા, તળાજા અને ભાવનગર તાલુકામાં 27 ટકાથી લઈને 46 ટકા સુધીનો વરસાદ છે, ત્યારે સાત જેટલા તાલુકામાં કપાસ, બાજરી અને મગફળીનું વરસાદની ખેંચના પગલે પૂરતું ઉત્પાદન મળવાની સંભાવના નથી. અહીંયા ખેડૂતો હજુ 10 દિવસ રાહમાં છે, જો વરસાદ આવશે તો 50 ટકા ઉત્પાદન મેળવી શકાશે. નહિતર તેમાં પણ ઘટાડાની શંકા વ્યક્ત કરી છે.

કપાસ, મગફળીના પાક પર અસ
કપાસ, મગફળીના પાક પર અસ

આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘમહેર, ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું

ખેડૂત સંગઠનની શુ માંગ અને ક્યા પાકને વધુ અસરની શક્યતા

ભાવનગરમાં સાત તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂત એકતા મંચના વિરજી પટેલે જણાવ્યું હતું કે, ઉમરાળા, વલભીપુર અને સિહોર, ભાવનગર ગ્રામ્ય જેવા વિસ્તારોમાં શેત્રુંજી અથવા સૌની યોજના તળે સિંચાઈનું પાણી આપવું જોઈએ. જો કે, નર્મદા ડેમમાં પાણી નહિ જોવાથી સૌની યોજનાનું પાણી મળવું મુશ્કેલ છે, પણ હવે કુદરત સમજીને 10 દિવસમાં મેઘ મહેર કરે તો ઉત્પાદન 50 ટકા મેળવી શકાય. જો કે, બાજરીમાં તકલીફ નહિ આવે પણ મગફળી અને કપાસમાં તકલીફ ઊભી કરશે અને જો સપ્ટેમ્બર અંતમાં વરસાદ આવશે તો કપાસને નુક્સાન થવાની શક્યતા રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.