- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સિહોર ખાતે કર્યો સરપંચો સાથે સંવાદ
- મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ,સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પમાળા અર્પિત
- મેઘાણી ઓડીટરીયમ ખાતે કાર્યકર્તા અને પેજ પ્રમુખો સાથે કર્યો સંવાદ
ભાવનગર :ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે 400 થી વધુ સરપંચો સાથે સી આર પાટીલે સીધો સંવાદ કર્યો હતો.સીધો સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલ સિહોર પહોચતા જ સરપંચો તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે સ્વાગત કર્યું હતુ.પ્રદેશ પ્રમુખના આગમન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ,રાજ્ય પ્રધાન વિભાવરીબેન દવે ,પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,સાંસદ ભારતીબેન શિયાળ ,ગોરધન ઝડપીયા ,કુંવરજીભાઈ બાવળીયા,સિહોર ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સરપંચો સાથે કર્યો સંવાદ
ભાવનગર શહેરના નારી ચોકડી થી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કાર્યકર્તાઓ દ્વારા બાઈક અને મોટરકાર દ્વારા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં પહોચ્યા હતા.રેલી દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા આર.ટી.ઓ સર્કલ પાસે સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ નિલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રતિમાને પુષ્પ માળા અર્પિત કરી સરદારનગર ઓડીટોરીયમ ખાતે પહોચેલા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારા સાથે સ્વાગત કરી આતશબાજી કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ માર્ગદર્શન
મેઘાણી ઓડીટોરીયમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપ દ્વારા આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા પેઇઝ પ્રમુખો તેમજ સભ્યોની ટીમ ત્યાર કરવામાં આવી છે.સંબોધન કરતા જણાવેલ કે, ભાજપ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે લોકો સુધી પહોચી શકાય તેમજ વોર્ડ વાઈઝ જે પેઇઝ પ્રમુખો ત્યાર કરવામાં આવ્યા છે. તે લોકોએ પોતાના વોર્ડ પ્રમાણે સભ્યો કરવામાં આવ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન કરવાની કામગીરી થી અવગત કરાવેલ છે.
ભાજપ સરકાર એ કરેલ કામો ને લોકો ને આપો માહિતી - સી.આર.પાટીલ
પ્રદેશ પ્રમુખે જણાવેલ કે, ભાજપ સરકાર દ્વારા એક મોબાઈલ એપ્લીકેશન બનાવામાં આવેલી છે. જેને કારણે સરકાર દ્વારા જે પણ યોજનાઓ લોકો માટે બનાવવામાં આવેલ છે. તેની સીધી માહિતી સરપંચો તેમજ વોર્ડ કાર્યકર્તાઓને મળી રહેશે. જેના કારણે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને કોઈ બીજાના આધાર પર રહેવું નહિ પડે ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. તેના માટે વોર્ડ પ્રમુખોએ એ એપ્લીકેશન થી ચૂંટણી દરમિયાન લોકો સુધી સરકારના થયેલ કામો તેમજ થનાર કામોની યાદીઓ મળી રહશે જેને લોકો વચ્ચે લઇ જવામાં સરળતા ઉભી કરી વધુ વધુ લોકોનો સંપર્ક કરવા જણાવ્યું હતુ.