ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ નેતા સિવાય કોઇ ટકતું નથી - પરસોતમ સોલંકીની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક (Bhavnagar Rural Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ નેતા સિવાય કોઇ ટકતું નથી

author img

By

Published : May 26, 2022, 6:01 AM IST

ભાવનગર- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ રાજકીય પક્ષોમાં શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત ક્યારેય પણ થઈ શકે છે તેવામાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં ETV BHARAT દરેક બેઠકનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક એટલે પરસોતમ સોલંકીની બેઠક જેનું 2012 થી 2017 અને હવે 2022 સુધીની સફર રાજકીય તેમજ સામાજિક પરિબળો વિશે તમને માહિતગાર કરશું. ભૂતકાળની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વિશે જાણીએ.

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી -ભાવનગરનું ઘોઘા રજવાડા સમયનું પ્રચલિત ગામ છે. 2022 માં પણ ઘોઘા હવે રો રો ફાવરી સર્વિસથી ઓળખાય છે તો ઘોઘા એટલે પરસોત્તમભાઈ સોલંકી તેવા ઉપનામથી પણ ઓળખાય છે. સતત ત્રણ ટર્મથી જીત મેળવતા પરસોત્તમભાઈ સોલંકીની બેઠક અને વિધાનસભાની ભાવનગર ગ્રામ્ય 103 બેઠક તરીકે નોંધાયેલી છે. વિધાનસભા બેઠકમાં આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 103 વિધાનસભામાં ઘોઘા,બુધેલ,વરતેજ સિહોર માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે. આ સિવાય ગામડાના લોકો માટે ખેતી સૌથી મોટું માધ્યમ છે. આ સિવાય સિહોરનું ગૌતમેશ્વર તળાવ અને નિષ્કલંક મહાદેવ કોળિયાક મોટી ઓળખ છે. પીરમબેટ પણ પ્રસિદ્ધ છે.

ભાવનગર ગ્રામ્યમાં મતદારોનું ગણિત
ભાવનગર ગ્રામ્યમાં મતદારોનું ગણિત

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બે ટર્મથી વિજેતા જીતુ વાઘાણીની બેઠક છે ભાવનગર પશ્ચિમ, આ વખતે મતદારનું મન કળવું મુશ્કેલ

બેઠકના મતદાર- બેઠકના કુલ મતદારો 2,58,467 નોંધાયેલા છે જેમાં પુરુષ 1,35,520 અને સ્ત્રી 1,22,947 નોંધાયેલ મતદારો છે.પરિણામમાં જેમાં 2017 ની ચૂંટણીમાં 1,61,946 લોકોએ મતદાન કર્યું હતું.જેમાં પરસોત્તમભાઈને 55.30 ટકા મત અને કોંગ્રેસને 36.16 ટકા મત મળ્યા હતા. અહીંયા પણ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજના ઉમેદવારોમાં કોંગ્રેસને પરિણામ જોવા મળ્યું ન હતું પણ હાર છતાં પણ થઈ હતી.

અત્યાર સુધીની ચૂંટણીના પરિણામ - 2012 ની ગ્રામ્યની 103 વિધાનસભાની સ્થિતિ અને મતની ટકાવારી જોઇએ તો પશ્ચિમ વિધાનસભા બેઠક 103 ઉપર ભાજપે હાલના પરસોત્તમભાઈ સોલંકીને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર જાહેર કર્યા હતા. આ બેઠક પર કોળી અથવા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા ક્ષત્રિય સમાજના ઉમેદવાર રહ્યા હતા. 2012 માં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ ઉભા રહેતા મતો જોઈએ તો શક્તિસિંહને 65,426 મત મળ્યા જ્યારે ભાજપના પરસોત્તમભાઈ સોલંકીને 83,980 મતો મળ્યા હતા. આમ પરસોતમભાઈ 18,554 મતોથી જીત મેળવી હતી. આમ આ બેઠક પર મતદાન 2012માં 76.20 ટકા રહ્યું હતું. ગુજરાત વિધાનસભામાં જિલ્લાની 7 બેઠકમાંથી ભાજપ 2017 માં 6 મેળવવામાં સફળ રહી હતી. ગ્રામ્ય વિધાનસભા 103માં 2017માં જોઈએ તો ભાજપે ફરી પરસોત્તમભાઈ સોલંકી ઉપર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પટેલ, ક્ષત્રિય સમાજના બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટીકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા પરસોત્તમભાઈને 89,555 મત મળ્યા જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા બગડી હતી. આ બેઠક પર કુલ 62.62 ટકા મતદાન થયું હતું.

2017માં હારજીતની સ્થિતિ
2017માં હારજીતની સ્થિતિ

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ખાસિયત - ગુજરાત વિધાનસભાની 103 ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપર નજર કરવામાં આવે તો મુખ્ય વ્યવસાયમાં એક નહી બેથી વધારે પ્રકારના વ્યવસાયો છે. રો રો ફેરીના પગલે મોટી કમાણી લોકોને પ્રાપ્ત નથી. કારણ કે પરિવહન કરનાર શહેરી વર્ગ હોઈ છે માટે નાના ધંધાઓ વિકસી રહ્યા છે. તો સિહોરની વાત કરવામાં આવે તો સર્વોત્તમ ડેરીના પગલે પશુપાલકોને ફાયદો છે. આ સિવાય સિહોરની રોલિંગ મિલોને પગલે મજૂરીકામ લોકોને મળી રહ્યું છે. આ સિવાય છેલ્લો ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે.આ બેઠકમાં ઘોઘા રો રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC છે. સિહોરનું ગૌતમેશ્વર તળાવ અને નિષ્કલંક મહાદેવ કોળિયાક મોટી ઓળખ છે તો પીરમબેટ પણ પ્રસિદ્ધ છે.

ભાવનગર ગ્રામ્ય બેઠકની વિશેષ વાતો
ભાવનગર ગ્રામ્ય બેઠકની વિશેષ વાતો

સમાજનું પ્રભુત્વ અને રાજકીય અસર - ભાવનગર રુરલ વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012 થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતોનું વિભાજન કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. પરસોતમ સોલંકી આજે પણ ભાવનગરની ગ્રામ્ય બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. તેમની સામે કોઈ પણ ઉમેદવાર હોઈ તો ટકી શકતો નથી.

ભાવનગર ગ્રામ્ય બેઠકના લોકો માટે રોજગારી મોટો પ્રશ્ન

આ વિસ્તારમાં સમસ્યાઓ અને શું રહી છે માંગો -ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા રોજગારીની રહેવા પામી છે. વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસ વારંવાર વિરોધ કરતું આવ્યું છે. ગ્રામ્યમાં રોજગારીમાં માત્ર સિહોરની જીઆઇડીસીમાં મજૂરી કામ મળી રહે છે. આ વિસ્તારમાં ખેતી મોટો વ્યવસાય છે જેમાં લોકોને ડુંગળીના ભાવ ના મળે તો ખેડૂત નારાજ થાય છે. સિહોરથી અને સોનગઢથી કે રંઘોળા થઈને જતા રાજકોટ હાઇવે પર ભાડું મળતા પરિવહનમાં લોકોને રોજીરોટી મળી રહે છે. જ્યારે તાંબા પિતળનો વ્યવસાય હોવાથી સ્થાનિક સિહોરવાસીને રોજગારી પ્રાપ્ત થાય છે. જ્યારે સમગ્ર બેઠક પર ખેડૂતોની સ્થિતિ પર મદાર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.