ETV Bharat / city

ભાવનગરના મેયર અને બે નગરસેવકોએ કન્સેટ્રેટર માટે ફાળવી ગ્રાન્ટ - mayor news

ભાવનગરના પ્રથમ નાગરિકે પોતાના નાગરિકોની ચિંતા કરીને પોતાની ગ્રાન્ટ સર ટી હોસ્પિટલને કન્સેટ્રેટર લેવા માટે આપી છે, સાથે તેમની બે નગરસેવક તેમના વોર્ડમાં જોડાયા છે ત્યારે અન્ય નગરસેવક મુદ્દે મેયરે તેમને યોગ્ય લાગશે તો ફાળવશે તેમ જણાવ્યું હતું. જો કે હાલ મેયર અને અન્ય બે નગરસેવકની કુલ 5 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવી છે.

બે નગરસેવક તેમના વોર્ડમાં જોડાયા
બે નગરસેવક તેમના વોર્ડમાં જોડાયા
author img

By

Published : May 1, 2021, 10:29 AM IST

  • સર ટી હોસ્પિટલને કન્સેટ્રેટર લેવા માટે ગ્રાન્ટ આપી
  • બે નગરસેવક તેમના વોર્ડમાં જોડાયા
  • મેયર અને અન્ય બે નગરસેવકની કુલ 5 લાખથી વધુની ગ્રાન્ટ

ભાવનગર: શહેરમાં સર ટી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ઓક્સિજનની પડતી હાલાકી માટે કન્સેટ્રેટર ખૂબ ઉપયોગી બની શકે તેમ છે, ત્યારે દાતાઓએ મદદ કર્યા બાદ હવે મેયર સામે આવ્યા છે. મેયર અને તેમના વોર્ડના નગરસેવકોએ ગ્રાન્ટને કન્સેટ્રેટર માટે ફાળવી છે.

સર ટી હોસ્પિટલને કન્સેટ્રેટર લેવા માટે ગ્રાન્ટ આપી

આ પણ વાંચો: ભાવનગર સર ટી હોસ્પિટલમાં નવા 20 કન્સન્ટ્રેટર, 120 બેડ થશે ખાલી પણ વ્યવસ્થા પુરતી અને દર્દીમાં ઘટાડો

ભાવનગર સર ટી હોસ્પિટલ માટે કન્સેટ્રેટરની ગ્રાન્ટ ફાળવતા મેયર

ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કો હોવા છતાં કન્સેટ્રેટર માટે હવે દાતાઓ આગળ આવ્યા બાદ શહેરના પ્રથમ નાગરિક કીર્તિબેન દાણીધરીયા અને તેમના વોર્ડના નગરસેવકોએ પોતાની ગ્રાન્ટમાંથી 1,68,000 કન્સેટ્રેટર માટે ફાળવ્યા છે. આમ જોઈએ તો ત્રણ નગરસેવકના આશરે 5 લાખ ઉપર નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગર સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ કોરોના માટે હાયર

52માંથી પ્રથમ નાગરિક મેયર અને બે નગરસેવકની જ ગ્રાન્ટ બીજાનું શું ?

ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલમાં દર્દીઓ માટે કન્સેટ્રેટર ખૂબ ઉપયોગી છે. કારણ કે, 10 લીટર નીચે ઓક્સિજન માટે કન્સેટ્રેટર હોસ્પિટલ તંત્રને રાહત આપી શકે છે. કારણ કે, કન્સેટ્રેટર હવામાંથી ઓક્સિજન મેળવીને પૂરું પાડે છે. પણ સવાલ એ છે 52 નગરસેવક પૈકી માત્ર એક મેયરને તેના વોર્ડના બે નગરસેવક મેદાનમાં આવી ગ્રાન્ટ ફાળવી છે, તો અન્ય નગરસેવકોને શું પ્રજાની ચિંતા નથી..? સવાલ વિપક્ષના નગરસેવક અને શાસકના બાકી રહેતા નગરસેવક સામે પણ ઉભો થાય છે ત્યારે મેયર પણ એ લોકોના નિર્ણય મુદ્દે કશું કહેવા માંગતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.