ETV Bharat / city

ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ, ફાયદો કે ગેરફાયદો ! - વડાપ્રધાન મોદી સ્ક્રેપ યાર્ડ માટે MOU

ભાવનગર શહેરમાં દેશનું સૌથી મોટું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવા જઇ રહ્યું છે. શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી સ્ક્રેપ યાર્ડ માટે MOU કરશે, પરંતુ હાલમાં આ માટે કોઈ સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યું નથી. આ યાર્ડ શહેરમાં આવવાથી ફાયદાઓ અને ગેરફાયદાઓ બન્ને થશે.

ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

author img

By

Published : Aug 12, 2021, 8:13 PM IST

  • શહેરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારીની તકો થશે ઉભી
  • સ્ક્રેપ યાર્ડ માટે GIDC બનવાની ભવિષ્યમાં પુરી શક્યતાઓ
  • હવાનું પ્રદુષણ, અકસ્માત વગેરેમાં થશે ઘટાડો, પ્રજાને હાલાકી

ભાવનગર : દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર MOU કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે શુક્રવારે ભાવનગર ખાતે બનનાર સ્ક્રેપ યાર્ડ અંગે વર્ચ્યુલ રીતે MOU કરશે. જો કે હાલમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે, જો કે સ્ક્રેપ યાર્ડથી પ્રકૃતિને ફાયદો અને માનવજાતિને નુકશાન બન્ને છે.

ભાવનગરમાં બનશે દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા પાછળનું કારણ પણ મોટું છે. ભાવનગર શહેર અને સિંહોરમાં સૌથી વધુ રોલિંગ મિલો આવેલી છે. બે શિફ્ટમાં ચાલતી રોલિંગ મિલમાં વધુ એક શિફ્ટ શામેલ થવાથી 10 હજાર ટન ઓવર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવવાથી થશે. સ્ટીલ પ્લાન્ટ પણ ભાવનગરમાં 60થી 65 જેટલા આવેલા છે. સાથે ફરનેશ પ્લાન્ટ પણ છે એટલે વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારી વધશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું.

ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગર પસંદગી કેમ અને ક્યાં બનશે

શહેરમાં હાલ કોઈ પણ સ્થળે વ્હીકલ સ્ક્રેપ યાર્ડનું નિશ્ચિત સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ભાવનગર અલંગ બાદ ભંગાર થયેલા વાહનો માટેના બીજી રીતે જાણીતું થવા જઈ રહ્યું છે. ભાવનગરના ઘાંઘળી, માઢિયા અને અલંગ પાસે તંત્ર દ્વારા જમીનો જોવામાં આવી છે, ભવિષ્યમાં સરકાર GIDC બનાવવા આગળ વધી શકે છે. હાલમાં સ્ક્રેપ યાર્ડ માટે જમીન ફાળવવામાં આવી નથી, પરંતુ કોઈ શરૂ કરવા માંગે તો ધારાધોરણ મુજબ પોતાની જમીનમાં સ્ક્રેપ યાર્ડનો પ્રારંભ કોઈ પણ સ્થળે જિલ્લામાં ઉભો કરી શકશે.

સ્ક્રેપ યાર્ડના ફાયદા

1. સ્ક્રેપ યાર્ડ બનવાથી સરકારના 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં જશે અને રોલિંગ મિલને ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ કરવું પડે નહીં

2. 15 વર્ષ પહેલાના વાહનો સ્ક્રેપમાં જવાથી રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઘટાડો આવશે, બંધ પડેલા વાહનોથી થતા ટ્રાફિક જામ કે અકસ્માત ઘટશે

3. સૌથી મોટો ફાયદો પ્રકૃતિને થવાનો છે જેમાં પ્રકૃતિની હવા શુદ્ધ થવાની છે. હવામાંથી પ્રદુષણ ઘટી જવાનું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હલ આવશે.

સ્ક્રેપ યાર્ડના ગેરફાયદા

1. વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને સરકારના 15 વર્ષના જુના વાહનના કાયદાથી લોકોને ફરજીયાત વાહનો સ્ક્રેપમાં આપવા પડશે

2. લોકોને નવા વાહનો ખરીદવા પડશે અથવા જુના ચલાવવા માટે સરકારના ધારાધોરણ મુજબ ચાલવું પડશે, ફિટનેસ સર્ટિફિકેટ વાહનનું મળ્યા બાદ પણ આર્થિક ભારણ વધશે.

રોલિંગ મિલોને થશે ફાયદો

ભાવનગર શહેરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાથી રોલિંગ મિલોને સ્ટીલના કાચામાલનું બમણું પ્રમાણ મળશે. હાલમાં 80 રોલિંગ મિલ અને 60 જેટલા ફરનેશના પ્લાન્ટ ચાલે છે તેમ આશરે 5 હજાર લોકો કામ કરી રહ્યા છે. કામદારો 8 કલાક શિફ્ટમાં કામ કરી રહ્યા છે, તેની જગ્યાએ 16 કલાકની શિફ્ટ થવાની શક્યતાઓ છે. હાલમાં 4,000 ટન ઉત્પાદન છે, ત્યાંરે હવે 8,000 વ્હીકલ સ્ક્રેપ યાર્ડ થવાથી થવાની શક્યતા છે. આ સાથે નવી રોજગારી પણ ઉભી થશે, ત્યારે નવા વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી આશરે 7 થી 8 હજાર લોકોને નવી રોજગારીની તકો ઉભી થઇ શકશે. - હરેશભાઇ ( પ્રમુખ, સિહોર રોલિંગ મિલ એસોસિએશન)

રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે?

કેન્દ્ર સરકારની નવી આવી રહેલ સ્ક્રેપ પોલિસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાના નિયમો કરાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના શહેરોના રસ્તા ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી રહ્યાં છે કે જેનું રજિસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે થયું હોય તેવા વાહનો હજી કાર્યરત છે. ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.