- કોંગ્રેસના પૂર્વ નગરસેવક ગીતાબેન મેરનું રાજીનામુ
- કોંગ્રેસમાં મહિલાનું સન્માન નહિ હોવાનું કહી રાજીનામાં ધર્યું
- ટીકીટ કોંગ્રેસ આપે તો પણ ચૂંટણી લડવાની મનાઈ ગીતાબેન મેરે ફરમાવી દીધી
ભાવનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ પૂર્વ નગરસેવક મહિલાએ રાજીનામુ ધરી દીધું છે. મહિલા નગરસેવકે કોંગ્રેસમાં મહિલાની કદર અને સન્માન નહિ હોવાનું કહી રાજીનામાં ધર્યું છે.
ભાવનગર કોંગ્રેસના મહિલા પૂર્વ નગરસેવકે ધર્યું રાજીનામુ
ભાવનગર મહાનગરપાલિકામાં કરચલિયા પરા વિસ્તારના ગત ટર્મના પૂર્વ નગરસેવક ગીતાબેન મેરે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. કોંગ્રેસમાં જાહેરમાં મહિલાનું સન્માન જાળવવામાં આવતું નહિ હોવાનો આક્ષેપ કરીને રાજીનામુ આપ્યું છે. ટીકીટ કોંગ્રેસ આપે તો પણ ચૂંટણી લડવાની મનાઈ ગીતાબેન મેરે ફરમાવી દીધી છે.
શુ લાગી અટકળો અને શું શહેર કોંગ્રેસનો જવાબ
ભાવનગરમાં ભાજપની રણનીતિ તૈયાર થઈ ગયા બાદ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે પૂર્વ નગરસેવક ગીતાબેન મેરે રાજીનામું આપતા એવું કારણ કહ્યં છે કે કોંગ્રેસમાં મહિલાની કિંમત અને કદર કરવામાં આવતી નથી અને ટીકીટ આપે તો પણ લડવાની નથી. જેની પાછળ પક્ષ પલટાની અટકળો હાલ દર્શાઈ આવે છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું કે હાલ પ્રદેશમાં આ મામલે વાત કરવામાં આવશે. મહિલા નગરસેવકનું રાજીનામુ મળ્યું છે તેના કારણો વિશે કશું હાલ કહેવાનું ટાળ્યું છે, પણ તેનો નિર્ણય બાદમાં થશે તેમ જણાવ્યું છે.