ETV Bharat / city

Foreigner Birds in Bhavnagar: ભાવનગરના કુંભારવાડા સહિત વિસ્તારના વેટલેન્ડમાં વિદેશી પક્ષીઓનું આગમન

ભાવનગર શહેરના છેવાડાના વિસ્તારો એટપોર્ટ, કુંભારવાડા જેવા વેટલેન્ડ ક્ષેત્રમાં હાલ વિદેશથી આવેલા પક્ષીઓ (Foreigner Birds in Bhavnagar)નો મેળાવડો જોવા મળે છે. ભાવનગરનું શિયાળાનું 25થી 28 તાપમાન રહેતા અને વેટલેન્ડમાં ખોરાક મળી રહેવાથી 150થી વધુ પ્રકારના પક્ષીઓનું આગમન થાય છે. ફ્લેમીંગોનું ટોળું આકર્ષણ વધારી રહ્યુ છે તો પર્યાવરણપ્રેમીઓએ ઇલેક્ટ્રિક લાઈનો અને પ્લાસ્ટિક મામલે સાવધાન રહેવા લોકોને ટકોર કરી છે.

Foreigner Birds in Bhavnagar: ભાવનગરના કુંભારવાડા સહિત વિસ્તારના વેટલેન્ડમાં વિદેશી પક્ષીઓનું આગમન
Foreigner Birds in Bhavnagar: ભાવનગરના કુંભારવાડા સહિત વિસ્તારના વેટલેન્ડમાં વિદેશી પક્ષીઓનું આગમન
author img

By

Published : Dec 23, 2021, 6:19 PM IST

ભાવનગર: શહેરની સ્થાપના ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. ભાવનગરના છેવાડે આવેલા વિસ્તારો દરિયાઈ કાંઠાળ વિસ્તાર છે, જેને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ વેટલેન્ડમાં દર વર્ષે શિયાળાનો પ્રારંભ થતા વિદેશી પક્ષીઓ (Foreigner Birds in Bhavnagar) આવે છે. હાલમાં ભાવનગર વેટલેન્ડમાં અનેક નિહાળ્યા ના હોઈ તેવા પક્ષીઓના પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે, પરંતુ ઇલેક્ટ્રિક લાઇન અને પ્લાસ્ટિક કચરા સામે પર્યાવરણપ્રેમીઓએ સાવધાન રહેવા ટકોર કરી છે.

Foreigner Birds in Bhavnagar: ભાવનગરના કુંભારવાડા સહિત વિસ્તારના વેટલેન્ડમાં વિદેશી પક્ષીઓનું આગમન

ગુજરાતમાં આવતા પક્ષીઓમાંથી સૌથી વધુ પક્ષીઓ

ભાવનગર શહેર દરિયાકાંઠાનું શહેર છે, પરંતુ વર્ષો બાદ દરિયો દૂર જરૂર જતો રહ્યો છે. દરિયાના કાંઠાળા વિસ્તાર એટલે વેટલેન્ડ (wetlands of Bhavnagar) છે. આ વેટલેન્ડ શિયાળામાં વિદેશી પક્ષીઓથી ભરાય જાય છે. પર્યાવરણપ્રેમી ડો.તેજશ દોશીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આશરે 600 પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં 200 પ્રજાતિના પક્ષીઓ માત્ર ભાવનગર વેટલેન્ડમાં આવે છે. ફ્લેમિંગો, ડક, પેલીકન જેવા અનેક પક્ષીઓ આવી રહ્યા છે. આ પક્ષીઓ યુરોપ જેવા દેશો તરફથી આવે છે. 150 કરતા વધુ પ્રજાતિના પક્ષીઓ વેટલેન્ડમ આવી રહ્યા છે.

Foreigner Birds in Bhavnagar
Foreigner Birds in Bhavnagar

પક્ષીનો બચાવની પણ જરૂરિયાત

ભાવનગરનું કુંભારવાડા વેટલેન્ડ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે, ત્યારે આ વેટલેન્ડમાં આવતા પક્ષીઓ માટે ઇલેક્ટ્રિક લાઈનો અને પ્લાસ્ટિકનો કચરો આ પક્ષીઓ (exotic birds in wetlands of Bhavnagar) માટે ખૂબ ઘાતક બની શકે છે. પર્યાવરણવાદી તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કુંભારવાડાનું વેટલેન્ડ એટલું મોટો છે કે તેને રામસર યોજના નીચે લાવી શકાય છે. કારણ કે જ્યાં 25 હજાર કરતા વધુ પક્ષી હોઈ તેને રામસર યોજનામાં સમાવેશ થતો હોય છે. દર વર્ષે આવતા પક્ષીઓ હેવી વીજ લાઇનથી મૃત્યુ પામે છે, ત્યારે કચ્છ જેવા વિસ્તારમાં પક્ષીઓ માટે વ્યવસ્થા છે કે, તેઓ વીજ તારને સ્પર્શે નહિ તે પણ જરૂરી છે. પ્લાસ્ટિકનો કચરો ખાસ વેટલેન્ડમાં નાખવામાં ના આવે તે પણ જરૂરી છે.

આ પણ વાંચો: મહુવાના ભાદરા ગામે કોઈ નરાધમોએ ખુટિયાઓ ઉપર એસિડ ફેંક્યું

આ પણ વાંચો: ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.