ETV Bharat / city

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાંનો કાર્યક્રમ યોજાયો - દિકરી બચાઓ નાટક

ભાવનગર: જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કહી શકાય એવા 'દીકરીના વધામણા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડામાં જન્મેલી દિકરીના ઢોલ, નગારા સાથે વધામણા કરવા પ્રધાન વિભાવરીબેન દવે, DDO અને આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પેંડાથી મો મીઠું કરાવી ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને 1,000 રૂપિયાનો ચેક આપી વધામણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામલોકો પણ જોડાયા હતા .

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Nov 11, 2019, 6:07 PM IST

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ કહી શકાય તેવા 'દીકરીના વધામણા' કાર્યક્રમનો પ્રારંભ માલણકા ગામે શરૂ કર્યો છે. રાજ્ય શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે, જિલ્લા વિકાસ અધિકારી અને ગામના આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ 'દીકરી બચાઓ' નાટક દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારો દ્વારા દિકરી બચાઓ નાટક રજૂ કરી લોકોમાં 'બેટી બચાઓ-બેટી પઢાઓ' જેવી સરકારની યોજના અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં પ્રથમવાર દિકરીના વધામણાનો કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમ અંતર્ગત પ્રધાન, DDO અને ગામના આગેવાનો ઢોલ-નગારા સાથે માલણકા ગામમાં દિકરીના વધામણા કરવા વિવિધ ઘરોમાં પહોચ્યા હતા. ચાર-છ મહિના કે તાજેતરમાં જન્મેલી દિકરીના ઘરે જઈ પરિજનો અને પાડોશીના પેંડા વડે મોં મીઠા કરાવી તેમજ ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને 1,000 રૂપિયાનો ચેક આપી તેમના વધામણાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો અમલ કરવામાં ભાવનગર રાજ્યનો પ્રથમ જિલ્લો છે.

દિકરીના વધામણાના આ વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ આજે માલણકા ગામેથી થયો હતો. જે જિલ્લાના વિવિધ ગામોમાં પણ યોજાશે. જયારે આવા કાર્યક્રમોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવે તો ભ્રૂણહત્યા પર ઘણી બધી રોક લાગી શકે છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : એવીબી
નોંધ : મેનેજ સ્ટોરી

ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કહી શકાય એવા “દીકરીના વધામણા” કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગામડામાં જન્મેલી દીકરીના ઢોલ-નગારા સાથે વધામણા કરવા મંત્રી-ડીડીઓ અને આગેવાનો તેમના ઘરે પહોચ્યા હતા. જ્યાં પેંડા વડે મો મીઠું કરાવી ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને રૂ. ૧,૦૦૦ નો ચેક આપી તેમના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા .Body:ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ કહી શકાય તેવા “ દીકરીના વધામણા” કાર્યક્રમનો પ્રારંભ માલણકા ગામે થી કર્યો હતો. રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, જીલ્લા વિકાસ અધિકારી, ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ “દીકરી બચાઓ” નાટક દ્વારા કરવામાં આવ્યો હતો. કલાકારો દ્વારા દીકરી બચાઓ નાટક રજુ કરી લોકોમાં “બેટી બચાઓ-બેટી પઢાઓ “ જેવી સરકારની યોજના અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સાથે સાથે મંત્રી-ડીડીઓ-આગેવાનો ઢોલ-નગારા સાથે માલણકા ગામમાં દીકરીના વધામણા કરવા વિવિધ ઘરોમાં પહોચ્યા હતા. ચાર-છ મહિના કે તાજેતરમાં જન્મેલી દીકરીઓના ઘરે જઈ પરિજનો અને પડોશીઓના પેંડા વડે મો મીઠા કરાવી તેમજ ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને રૂ. ૧,૦૦૦ નો ચેક આપી તેમના વધામણા કર્યા હતા. આવી યોજનાને લાગુ કરવામાં ભાવનગર રાજ્યમાં સૌપ્રથમ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું અને સમગ્ર રાજ્યભરમાં આ પ્રમાણે દીકરીના વધામણા કરવામાં આવે તે દિશામાં પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.Conclusion:દીકરીના વધામણાનો આ વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ આજે માલણકા ગામેથી થયો હતો જે જીલ્લાના વિવિધ ગામોમાં પણ યોજાશે.જયારે આવા કાર્યક્રમો રાજ્યભરમાં યોજાય અને દીકરીના વધામણા કરવામાં આવે તો ભ્રૂણહત્યા પર ઘણો બધી રોક લાગી શકે છે.

બાઈટ: વિભાવરીબેન દવે-મંત્રી-ગુજરાત.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.