ETV Bharat / city

તહેવારોને લઇ ખાદ્યપદાર્થોનું ચેકિંગ, પણ સેમ્પલના રિપોર્ટ 20 દિવસે : કેટલું સુરક્ષિત પ્રજાનું આરોગ્ય

ભાવનગર શહેરમાં તહેવારોમાં કે તહેવારો પહેલા લેવાયેલા સેમ્પલના રિપોર્ટ 20 દિવસ બાદ આવી રહ્યા છે કારણ કે ભાવનગરમાં લેબોરેટરી નથી. ત્યારે તહેવારોમાં ખાદ્યપદાર્થો વેચાઇ ગયા બાદ અને લોકોએ આરોગી લીધા બાદ સેમ્પલ ફેઈલ આવે તો પણ નુકશાન પ્રજાને જાય છે. કારણ કે આરોગ્ય પ્રજાનું બગડે છે અને મહાનગરપાલિકા દંડના નામે રકમ વસૂલી ફાયદો મેળવે છે છતાં શહેરમાં કોઈ લેબોરેટરી નથી.

તહેવારોને લઇ ખાદ્યપદાર્થોનું ચેકિંગ, પણ સેમ્પલના રિપોર્ટ 20 દિવસે : કેટલું સુરક્ષિત પ્રજાનું આરોગ્ય
તહેવારોને લઇ ખાદ્યપદાર્થોનું ચેકિંગ, પણ સેમ્પલના રિપોર્ટ 20 દિવસે : કેટલું સુરક્ષિત પ્રજાનું આરોગ્ય
author img

By

Published : Aug 21, 2021, 6:25 PM IST

  • ભાવનગરમાં ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા કોઈ સુવિધા નહીં
  • તહેવારોમાં સેમ્પલ લીધા બાદ રિપોર્ટ ત્યારે આવે વેચાણ થઈ ગયેલું હોય
  • મહાનગરપાલિકાએ હાલમાં 130 સેમ્પલ બે મહિનામાં લીધા જેમાં એક ફેઈલ
  • પ્રિયા ગોલ્ડ બિસ્કિટનું સેમ્પલ ફેલ ત્યારે તહેવારોમાં કેટલા સેમ્પલ લેવાશે

ભાવનગરઃ શહેરમાં તહેવારોને પગલે મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્યપદાર્થોને પગલે સાવચેત રહેવું જરૂરી છે અને મહાનગરપાલિકાએ ભેળસેળ મામલે સજાગ રહેવું હિતાવહ છે. ત્યારે મહાનગરપાલિકાએ કરેલી કામગીરીમાં સેમ્પલો લેવાયા છે અને નજર રાખવામાં આવી રહી છે.
તહેવાર નિમિતે શહેરમાં ફરસાણ મીઠાઈની દુકાનમાં લોકોની કતાર
ભાવનગર શહેરમાં રક્ષાબંધન બાદમાં સાતમ આઠમમાં જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાણીપીણીના શોખીન ભાવેણાવાસીઓ તહેવારોમાં મીઠાઈ ફરસાણ આરોગવાનું ચૂકતા નથી. તહેવાર માથે છે તેવામાં આરોગ્યની સુખાકારી માટે પ્રજાની ધ્યાન રાખવાનું કામ મહાનગરપાલિકાનું છે. ત્યારે હાલમાં પણ લાગતી કતારમાં મહાનગરપાલિકા શું ધ્યાન આપી રહી છે તેવો સવાલ ઉભો જરૂર થાય છે. જો કે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ બે મહિનામાં કરેલા કામોને ગણાવ્યા છે અને હાલમાં પણ કામગીરી ચાલુ હોવાનું જણાવી રહ્યા છે.

આરોગી લીધા બાદ સેમ્પલ ફેઈલ આવે તો પણ નુકશાન પ્રજાને જાય છે
મહાનગરપાલિકાએ કેટલા સેમ્પલ લીધા અને કોનું સેમ્પલ ફેલ ભાવનગર મહાનગરપાલિકા બે મહિનાથી આરોગ્યની સુખાકારી માટે કામ કરી રહ્યું છે ત્યારે છેલ્લા બે મહિનામાં 130 સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 25 ઈંફોર્મલ સેમ્પલ છે બીજા અન્ય લેવામાં આવ્યા છે. લેવાયેલા સેમ્પલમાં બે મહિનામાં એકનો રિપોર્ટ આવ્યો છે જેમાં પ્રિયા ગોલ્ડ નામના બિસ્કિટનો સમાવેશ થાય છે જ્યારે અન્યના રિપોર્ટ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે રિપોર્ટ ફેલ જશે.સેમ્પલ લીધા બાદ શું ? લીધેલા સેમ્પલ મહિના બાદ ફેઈલ આવે તો ફાયદો કોનેભાવનગર શહેરમાં કોઈ પણ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવે બાદમાં રાજકોટ મોકલવામાં આવે છે. આ સેમ્પલનો રિપોર્ટ ખાદ્યપદાર્થો વેેચાઇ જાય લોકો આરોગી લે અને કદાચ કોઈનું આરોગ્ય બગડીને હોસ્પિટલ પહોંચી જાય પછી આવે છે. મહાનગરપાલિકાને સ્વતંત્ર આરોગ્ય ચકાસણી સ્થળ ઉપર કરીને તાત્કાલિક લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેની પહેલા રિપોર્ટ થઈ જાય તેવી કોઈ સુવિધાના સાધનો નથી. હવે તમે સમજી શકો છો કે વિકાસ કેટલો અને પ્રજાની સુખાકારી કેટલી તમે સમજી શકો છો.

આ પણ વાંચોઃ ભાવનગરમાં સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો, રૂપિયા 1,55,999 ની છેતરપિંડી કરાઇ

આ પણ વાંચોઃ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં ફરાળી ખાદ્ય વસ્તુઓના ચેકીંગ માટે તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.