ભાવનગર: સરકાર અને પોલીસના કારણે આજે લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂને(Botad Lattha Incident) લઈને 43થી વધુ જીવોનો ભોગ લીધો છે. એવામાં બોટાદના દેવગણા ગામના કના શેખલીયા 40 વર્ષનાનું મૃત્યુ થતા તેના ચાર બાળકો નિરાધાર બન્યા છે. બોટાદ પોલીસ ચાર બાળકોના શિક્ષણ સહિતનો ખર્ચ કોલેજ સુધીનો સ્વીકાર્યો છે. બોટાદના લઠ્ઠા કાંડમાં પિતાની છત્ર છાયા ગુમાવનાર ચાર બાળકો નિરાધાર બની ગયા છે. બોટાદના રાણપુર તાલુકાના દેવગણા ગામના નિરાધાર બનેલા બાળકો હવે કોના સહારે તેવો પ્રશ્ન સમાજ માટે જરૂર ઊભો થયો છે. ચાર બાળકોને પોલીસે દત્તક લેતા ગટૂરભાઈ આનંદિત છે.
આ પણ વાંચો: Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા ?
ચાર બાળકોના પાલનહારનું મોત ઝેરી દારૂથી - રાણપુરના દેવગણામાં(Ranpur Taluka of Botad) રહેતા કનાભાઇ સેખલીયા જેને પોતાના ચાર બાળકો હતા. આ ચાર બાળકોના એકમાત્ર પિતા કનાભાઇનું ઝેરી દારૂ પીધા બાદ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચાર બાળકોના માતા સાથે છુટ્ટાછેડા થયા હોવાથી આ બાળકો નિરાધાર થયા છે. પાંચ વર્ષથી લઈને બાર વર્ષ વચ્ચેના ચાર ભાઈઓ હાલ તેના દાદા ગટૂરભાઈ સાથે રહી રહ્યા છે.
પોલીસે ચાર બાળકોને લીધા દત્તક - કના શેખલીયાનું મૃત્યુ થયા બાદ તેના ચાર બાળકો ગટૂરભાઈ સાથે રહી રહ્યા છે ત્યારે ગટૂરએ જણાવ્યું હતું કે, તેને નવ સંતાન છે. તેમાંથી પાંચના લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે હજુ ચાર બાળકો ઘરમાં છે ગટૂરભાઈ અને તેમની પત્ની ખેતરોમાં મજૂરી કામ(Labor work in Farms) કરીને રોજના 300ની માત્ર કમાણી કરી રહ્યા છે. તેવામાં હવે પોતાના ભાઈના મરણ બાદ તેના ચાર દીકરાઓનું ભારણ વધ્યાનો ડર હતો પણ પોલીસે ચાર બાળકોને દત્તક લઈને ખૂબ સારું કર્યું છે.
આ પણ વાંચો: ખુલ્લેઆમ ધમધમતી મદિરા માર્કેટ, વિડીયો વાયરલ
એક દીકરી અને ત્રણ બાળકોના શિક્ષણ ખર્ચ કરશે પોલીસ - ડીએસપી કરનરાજએ જણાવ્યું હતું કે, દારૂને પગલે અમે કામગીરી કરી રહયા છીએ પણ જે મૃત્યુ પામ્યા છે તેમની સાથે અમારી સંવેદના છે. કનાભાઈની એક દીકરી અને ત્રણ બાળકોના શિક્ષણ સહિતની જવાબદારી પોલીસ તંત્રએ ઉઠાવી છે.