- ભાવનગર કસ્ટમ ઓફિસમાં જ દારૂની મહેફિલ
- કસ્ટમ ઓફીસના ત્રણ કર્મચારીઓ પીધેલી હાલતે ઝડપાયા
- એકની પાસે પરમીટ ઓન ઘરે બેસીને પીવાની
ભાવનગર: શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘાવાડી રોડ, પરીમલ ચોક પાસે આવેલી કસ્ટમ ઓફીસમાં મોડી રાત્રે કસ્ટમના ત્રણ કર્મચારીઓને પીધેલી હાલતમાં નિલમબાગ પોલીસે ઝડપી લીધા હતા.
આ પણ વાંચો : અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
રેડ કરીને ત્રણેય શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લીધા
જયદીપસિંહ ગોહિલ કોન્સ્ટેબલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, નિલમબાગ પોલીસ સ્ટેશનના PSIને કસ્ટમ ડેપ્યુટી કમિશનર રાહુલ પરમાર જણાવ્યું હતું કે, અમારી ઓફિસના વાઘાવાડી રોડ, પરીમલ ચોક પાસે આવેલા કસ્ટમ ઓફિસમાં ફરજ બજાવતા ત્રણ શખ્સ કોઈ કેફી પીણું પીવે છે. જેના આધારે રેડ કરતા ત્રણેય શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લેવાયા હતા. કસ્ટમ ઓફિસે ફરજ બજાવતા (1) બલરામકુમાર પ્રભાસ યાદવ (2) ઇશ્વરસિંઘ રાજકુમાર ધારીવાલા (3) નિશાંત હસમુખભાઈ ભટ્ટ. આ ત્રણેય શખ્સો ઓફિસમાં કેફી પીણું પિતા હતા. તેઓ પાસેથી પાસ પરમીટ માગતા પોતાની પાસે નહીં હોવાને જણાવ્યું અને તેના ટેબલ પર સફેદ રંગની ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા કાયદેસર મુદ્દામાલ સાથે ઝડપી લઇને કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કોલસેન્ટર કેસના આરોપી નિરવ રાયચુરા સહિત 3 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
દારૂની બોટલ અન્ય સહકર્મચારીએ આપી
કેફી પીણું પિતા ત્રણેય આરોપીઓને પૂછતાં કે ઈંગ્લીશ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા. તો તેમણે જણાવ્યું કે, આ દારૂની બોટલ અમારી સાથે કામ કરતા કર્મચારી અશોક પલસાણીયાએ આપી છે અને થોડા સમય પહેલા એ પણ કેફી પીણું પીને જતા રહ્યાં હતા. જોકે પોલીસે પકડાયેલા ત્રણ શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.
પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરાઈ
આમ તમામ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.