ETV Bharat / city

ધડકન પ્રોજકેટની ધડકન બંધ થતાં જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં ગ્રહણ

ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ 2018માં શરૂ કરવામાં આવેલા ગામડાના લોકોની આરોગ્ય સુખાકારી સમાન ધડકન પ્રોજેકટની ધડકન બંધ થઈ ગઈ છે. હાલમાં નવા DDO છે અને કોરોના કાળમાં લાખોનું આંધણ કરી ગામડાના લોકોને ઘરે બેઠા આપેલી આરોગ્યની સેવા છીનવાઈ ગયા બાદ તેને પુનઃ શરૂ ન કરવું હોય હોય તેમ લાગી રહ્યું છે

"ધડકન" પ્રોજકેટની ધડકન બંધ થતાં જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં ગ્રહણ

author img

By

Published : Aug 6, 2021, 2:09 PM IST

Updated : Oct 10, 2022, 12:56 PM IST

ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ 2018માં શરૂ કરવામાં આવેલા ગામડાના લોકોની આરોગ્ય સુખાકારી સમાન ધડકન પ્રોજેકટની ધડકન બંધ થઈ ગઈ છે. હાલમાં નવા DDO છે અને કોરોના કાળમાં લાખોનું આંધણ કરી ગામડાના લોકોને ઘરે બેઠા આપેલી આરોગ્યની સેવા છીનવાઈ ગયા બાદ તેને પુન શરૂ ન કરવું હોય હોય તેમ લાગી રહ્યું છે. જેને જવાબદારી સોંપી તે અધિકારીને કશું ખબર નથી ત્યારે છેલ્લું સ્ટેટ્સ પણ કર્મચારીના કોમ્પ્યુટરમાં પડેલી ફાઇલ ખોલતા જાણવા મળ્યું હતું. આ પ્રોજેકટ રાજ્યમાં લાગુ થાય તો ગામડાના લોકોને ઘરે બેઠા હ્રદય રોગ જેવા રોગમાં સારવાર મળે તેમ છે.

DDO બદલાયા અને કોરોનાકાળમાં ધડકન પ્રોજેકટની ધડકન બંધ

ભાવનગર ગ્રામ્યના લોકોની આરોગ્યની સુખાકારી માટે પૂર્વ DDO વરુણકુમાર બરનવાલે ધડકન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. અફસોસની વાત છે કે, DDO બદલાયા અને કોરોનાકાળમાં ધડકન પ્રોજેકટની ધડકન બંધ થઈ ગઈ છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવેલા સાધનો પણ જર્જરિત બનતા જાય છે જેની કોઈ નોંધણી નથી કે નથી કોઈ ઉપયોગીતા રહી પ્રોજેકટની જે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નુકશાન સમાન છે.

શુ છે ધડકન પ્રોજેકટ જિલ્લા પંચાયતનો અને શું ફાયદો

ભાવનગર જિલ્લા પંચાયતે જિલ્લાની આશરે 14 લાખની પ્રજા માટે ઘરે બેઠા કેન્સર, હૃદય રોગ જેવા રોગમાં ઘર બેઠા ECG જેવી પ્રાથમિક તપાસ થઈ જાય છે. ઓનલાઇન તબીબો પાસેથી સારવાર મળી રહે તેવા હેતુથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ 2018 ના રોજ શરૂ થયેલો પ્રોજેકટ 2021માં મૃતપાય થઈ ગયો છે. આ પ્રોજેક્ટનો લાભ લેનારા ઘણા લોકો છે. કારણ કે, જિલ્લાના 10 PHC સેન્ટરો ઉપર ઇલેક્ટ્રિક મોબાઈલથી કનેક્ટ ટેથોસ્કોપ આપવામાં આવ્યા હતા. 10 સેન્ટર પર ECG માટેના સાધનો પણ આપવામાં આવ્યા હતા. આથી ઘરે બેઠા ગ્રામ્યના લોકોની સારવાર શક્ય બની હતી. જાણો.હવે શું કહે છે અધિકારીઓ

કેટલા લોકોએ લાભ લીધો હવે શું સ્થિતિ

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ધડકન પ્રોજેકટ પ્રારંભ કરવામાં આવ્યો અને ગ્રામ્યમાં લોકોએ લાભ લેવાની શરૂઆત કરી દીધી હતી. PHC સેન્ટરના ડોકરોને હૃદય રોગના દર્દીને આવેલા હાર્ટ એટેકની માત્ર ECG મશીનથી મોબાઈલ મારફત જાણવા મળતી હતી. જરૂર પડે ત્યારે પ્રાથમિક ઉપચારમાં હૃદય રોગના દર્દીને સારવાર કરી ભાવનગર સુધી તાત્કાલિક ખસેડવામાં સફળતા મળતી હતી. ECGની જરૂર પડે તેવા રોગોમાં PHC સેન્ટર પર સરળતા થઈ ગઈ હતી. આમ જોઈએ તો ઓનલાઇન ડેટા બતાવતા ધડકન પ્રોજેકટમાં છેલ્લા સ્ટેટ્સ મુજબ ECG કુલ 10 સેન્ટર પર 6 હજાર 462 લોકોનું કરવામાં આવ્યું છે, જ્યારે તેમાં સ્કેન બાદ કાઉન્ટ 5 હજાર 831 લોકોનું થયું અને 5831 માંથી સ્કેન માત્ર 2429 લોકોનું કરાયું હતું. 1 હજાર 823 લોકોએ ઓનલાઇન તબીબ સ્પેશ્યાલિસ્ટને બતાવી ઉપચાર કર્યો હતો.

આ પણ વાંચો ભાવનગરમાં વિમેન વિંગ ચેમ્બર હેઠળ બને તેવી અપેક્ષાઓ વ્યકત કરાઈ

રાજ્ય માટે પણ ખૂબ લાભદાયી બની શકે

ભાવનગર જિલ્લો નહિ પણ સરકાર ઈચ્છે તો સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રોજેકટ ઉભો કરે તો ગ્રામ્યમાં આવતા હૃદય રોગ જેવા હુમલાઓની સારવાર હુમલો આવ્યા પહેલા કરી શકાય છે. માત્ર હ્રદય રોગ નહિ પણ એ સિવાય પણ અનેક એવા રોગો જેમાં ECGનો ઉપયોગ થઈ શકે છે. તેવા રોગો પર ઉપચાર ઘર બેઠા થઈ શકે છે.

Last Updated : Oct 10, 2022, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.