- આજે છે કેન્સર દિવસ
- ડોકટરનો અભ્યાસ કરતી યુવતીએ કેશનું દાન કર્યું
- કેન્સરના દર્દીઓ માટે કેશનું દાન કર્યું
ભાવનગરઃ આજે ગુરૂવારે કેન્સર દિવસ છે, ત્યારે એક ડોકટરનો અભ્યાસ કરતી યુવતીએ કેશનું દાન કર્યું છે. ડોકટરનો અભ્યાસ કરતી સ્મિતાબેન નટવરલાલ વનરાએ પોતાના કેશ (માથાના વાળ) કેન્સર પીડિતોને વિંગ બનાવવા માટે દાન કર્યા છે.
![ડૉ. સ્મિતાબેન વનરાએ કેન્સરના દર્દીઓ માટે કેશનું દાન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-kesh-yuvti-avb-chirag-rtu-7208680_04022021130716_0402f_01229_832.jpg)
નાની વયે પોતાના કેશનું કેન્સર દર્દીને દાન કરવાનું નક્કી કર્યું
![ડૉ. સ્મિતાબેન વનરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-kesh-yuvti-avb-chirag-rtu-7208680_04022021130716_0402f_01229_710.jpg)
શહેરના ડોકટર નટવરલાલ અને નયનાબેનની સૌથી નાની પુત્રી સ્મિતા વડોદરામાં આવેલી મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ કોલેજમાં B.N.Y.S માં અભ્યાસ કરી રહી છે. નાની વયે પોતાના કેશને સ્મિતાબેને કેન્સર દર્દીને દાન કરવાનું નક્કી કર્યું છે. કેશનું દાન કરીને એક સ્ત્રી તરીકે સ્મિતાબેને સાબિત કર્યું છે કે સેવા કરવામાં તમારી પ્રિય ચિઝનું પણ દાન કરવાની હિંમત દરેકે હંમેશા વધારવી જોઈએ તો જ સમાજ સેવા થઈ શકશે.
![ડૉ. સ્મિતાબેન વનરાએ કેન્સરના દર્દીઓ માટે કેશનું દાન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-kesh-yuvti-avb-chirag-rtu-7208680_04022021130716_0402f_01229_1025.jpg)
કેન્સર હોસ્પિટમાં કેન્સર દર્દીઓને નિહાળ્યા બાદ દાન કરવાનું નક્કી કર્યું
ડોકટરનો અભયસ કરતી સ્મિતાબેન વનરા વડોદરામાં નેચરોપેથીનો અભ્યાસ કરીને ડોકટર બનવાના અંતિમ ચરણમાં છે. ત્યારે વડોદરામાં આવેલી એક કેન્સર હોસ્પિટમાં કેન્સર દર્દીઓને નિહાળ્યા બાદ તેઓ આ કેન્સર દર્દીઓ માટે શુ કરી શકે છે, ત્યારે તેમણે નક્કી કર્યું અને પોતાના કેશ આપવાનો નિર્ધાર કર્યો હતો. સ્મિતાબેન ઘોડેસવારી પણ કરે છે અને સારા ચિત્રો પણ બનાવે છે. નટવરલાલ તેમના પિતા છે જે સ્મિતાબેનના કેશ દાન કરવાના નિર્ણયથી અંત સુધી સાથે રહ્યા હતા એટલું નહીં જિલ્લા પંચાયતના અધિકારી ડોકટર ધવલ દવે પણ હાજરી આપીને સ્મિતાબેનના આ નિર્ણયને આવકાર્યો હતો.