- ડાયવર્ઝન (Diverson)ની રેલવેની જમીન (Railway land) મળતા ફોટો સેશન (Photo Session) થયું હવે કહે છે 10 થી 15 દિવસ હજી થશે
- જમીન મેળવવામાં અધિકારી પદાધિકારીને ફાંફા પડ્યા બાદ હજુ રેલવે પર આધાર
- મેયરે કહ્યું રેલવેની પાણીની, ગટરની લાઈન, કેબલ, સાઈનબોર્ડ રેલવે હટાવે બાદમાં થશે
- વિપક્ષે પ્રહાર કર્યો મુશ્કેલી પ્રજાની હટાવો જે કરવું પડે તાત્કાલિક કરો
- ભાવનગરમાં રેલવેની જમીન મળતા મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)નો યુ-ટર્ન, ડાયવર્ઝન
ભાવનગરઃ વિકાસની વાતો કરવી સહેલી છે પણ વિકાસને જમીન પર ઉતારવો કેટલો મુશ્કેલ છે. તે સત્તામાં આવેલા નેતાઓ સમજી ગયા છે. આ વાત છે ભાવનગરના ફલાયઓવર બ્રિજ (Flyover bridge) માટે ખાલી ડાયવર્ઝન (Diversion) બનાવાની. જમીન મેળવવામાં અધિકારી અને પદાધિકારીને ફીણ આવી ગયા છે અને જમીન મળ્યા બાદ હવે ડાયવર્ઝન (Diversion) તૈયાર કરવામાં હજી 10 દિવસથી વધુ સમય લાગશે તેમ જણાવી રહ્યા છે. વિપક્ષે પ્રહાર કરતા કહ્યું કે, ઝડપથી કરો અને પ્રજાની મુશ્કેલી હટાવો.
આ પણ વાંચો- ભાવનગર ફલાય ઓવર ડાયવર્ઝન સરિતા લાલટાંકી સુધી દબાણ હટાવતી મનપા
રેલવેની જમીન મેળવી લીધી હવે ડાયવર્જન ઝડપથી કરવામાં કેમ ફાંફાં પડી રહ્યા છે?
ભાવનગર ફ્લાયઓવર (Flyover) બનવાની શરૂઆત થઈ છે અને ફલાયઓવર (Flyover) પહેલા ડાયવર્ઝન (Diversion) કરવા રેલવેની જમીન (Railway land) મેળવવા પ્રયાસ કરતા નેતા અને અધિકારીને ફીણ આવી ગયા છે. ત્યારે રેલવેએ એક વર્ષ પછી જમીન આપી છે. જમીન મળતા મહાનગરપાલિકા (Municipal Corporation)ના અધિકારી, મેયર સહિતનો કાફલો સ્થળ મુલાકાત લઈ આવ્યો અને પ્રજામાં તેવું પ્રતીત કરવામાં આવ્યું કે, 2 દિવસમાં ડાયવર્ઝન (Diversion) મળશે અને મુશ્કેલી દૂર થશે. ફોટો સેશન જમીન મળ્યા બાદ 3 દિવસ વીતવા છતાં માત્ર લીટા કરવામાં આવ્યા છે. જમીન તો મળી ગઈ છે પણ હવે રેલવેની પ્રાથમિક સુવિધામા આવતા પાણી, ગટરલાઈન, સાઈનબોર્ડ, કેબલ વગેરે રેલવે હટાવે નહીં ત્યાં સુધી ડાયવર્ઝનનું કામ શરૂ થાય તેમ નથી અને વિપક્ષે પ્રહાર કર્યો છે કે લોકોની મુશ્કેલી હટાવવા શાસકોએ તાત્કાલિક ડાયવર્જન કરવું જોઈએ જે કોઈ સમસ્યા છે તેને તાત્કાલિક ઉકેલવી જોઈએ.
આ પણ વાંચો- સુરતમાં ગટરનું પાણી ઉભરાતા રસ્તા પર પાણી ભરાયું, મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી
જમીન મળ્યા બાદ મેયરે કર્યો ખૂલાસો હજી 10થી વધુ દિવસ લાગશે
ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)ના મેયર સહિતના અધિકારીએ સ્થળ પર મુલાકાત લીધા બાદ ડાયવર્ઝન (Diversion) માટે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે હકીકત અને સ્થળ પરની વાસ્તવિકતા માલુમ થયા બાદ હવે શાસકો ફેરવી તોળી રહ્યા છે કે બે દિવસમાં થનાર ડાયવર્ઝનને 10થી 15 દિવસ લાગે તેમ છે. ડાયવર્ઝન હજી 10થી 15 દિવસ નહીં મળતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. આ અંગે મેયર કીર્તિબેન દાણીધરિયાએ જણાવ્યું હતું કે, ડાયવર્ઝન (Diversion) માટે જમીન તો મળી ગઈ છે પણ પાણીની પાઈપલાઈન મહાનગરપાલિકાની હતી ગટરલાઈન હતી, જે મહાનગરપાલિકા તરફથી ઝડપથી ફેરવવામાં આવી છે પણ રેલવેની પાણીની, ગટરની લાઈન તેમ જ કેબલ અને સાઈનબોર્ડ વગેરે ફેરવવામાં આવે બાદ ડાયવર્ઝન તો રાતોરાત કરીશું. હજી 10 દિવસથી 15 દિવસ લાગી શકે છે
2 દિવસમાં બધું સરખું થઈ જશેઃ મહાનગરપાલિકાના અધિકારી
ભાવનગર મહાનગરપાલિકાના મેયર રાતોરાત ડાયવર્ઝન કાઢવાની વાત કરી છે પણ મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી એમ. વી. મકવાણાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ડાયવર્ઝન માટે જમીન તો મળી ગઈ છે પણ તે જમીનમાં નીચે પાણીની લાઈન, ગટર લાઈન અને સાઈન બોર્ડ, કેબલ વગેરે દૂર કરવા પડે તેમ છે. રેલવેને મહાનગરપાલિકાના અન્ય વિભાગ દૂર કરી જમીન રોડ વિભાગને આપે એટલે તુરંત એક દિવસમાં રસ્તો ડાયવર્ઝન માટે તૈયાર કરી દેવામાં આવશે. 2 દિવસમાં અંદાજે બધું સરખું થઈ જશે અને ડાયવર્ઝન નીકળી જશે. જોકે, રોડ વિભાગ તરફથી કરવાની જમીન માપણી અને ખૂંટા લગાડવાનું કામ કરી નાખવામાં આવ્યું છે.