ભાવનગરઃ ભાવનગરમાં મહામારીમાં આર્થિક કમર લોકોની ભાંગી ગઈ છે ત્યારે તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200થી લઈને 500 સુધીનો દંડ લેવામાં આવી રહ્યો છે. દંડ તો લઈ લેવામાં આવે છે પણ નજીવી કિંમતનું માસ્ક પણ આપવામાં આવતું નથી. ત્યારે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે મહામારીમાં પણ પ્રજાને દાઝ્યા પર ડામ આપવાનું તંત્ર ચૂકતું નથી અને સત્તામાં બેસેલા શાસકો કોરોનાનાં લેવાઈ રહેલા નિર્ણયોમાં મુક પ્રેક્ષક બની પ્રજાની પરેશાની નિહાળી રહ્યા છે.
આર્થિક કમર તૂટવા છતાં મહામારીમાં પ્રજા પાસેથી માસ્કનો દંડ લેવાતાં ફેરવિચારણા કરવા માગ ભાવનગર શહેરમાં પોલીસનેે માસ્ક ન પહેર્યા હોય તો દંડ વસૂલવાની સત્તા આપી દેવામાં આવી છે. કોરોના મહામારીમાં લોકો પાસે પૈસાની ભારે હાડમારી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાનું તો ઠીક તંત્રએ દાઝ્યા પર ડામ જેવો ઘાટ ઉભો કર્યો છે જેનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આર્થિક કમર તૂટવા છતાં મહામારીમાં પ્રજા પાસેથી માસ્કનો દંડ લેવાતાં ફેરવિચારણા કરવા માગ ભાવનગર શહેરમાં પોલીસ તંત્રને માસ્ક માટેની જવાબદારી સોંપ્યા પછી શહેરમાં આતંકવાદી ઘુસ્યાં હોય તેમ પોલીસ ચેકીંગ જોવા મળી રહ્યું છે તેમ લોકોના મુખે સાંભળવા મળે છે. ત્યારે ભાવનગરમાં હાલમાં માસ્કના દંડ વિશે વાત કરવામાં આવે તો શહેરમાં 5 લાખ ઉપર અને પોલીસે 74 લાખ ઉપર તો ગ્રામ્ય વિસ્તારમાં 85 હજાર જેવી કુલ મળીને હાલ સુધીમાં 84 લાખ 94 હજાર જેવો હાલ સુધીનો દંડ વસૂલી લેવામાં આવ્યો છે.આર્થિક કમર તૂટવા છતાં મહામારીમાં પ્રજા પાસેથી માસ્કનો દંડ લેવાતાં ફેરવિચારણા કરવા માગ લોકોની પાસેથી લેવાતા દંડને પગલે લોકોમાં રોષ છે કારણ કે આવક નહિવત બની ગઈ છે. જે કાંઈ બચત હોય તેમાંથી લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તો શરૂ થયેલા ધંધાવ્યવસાયમાં પણ મંદી જેવો માહોલ છે ત્યારે દંડની જોગવાઈ 100 સુધીની અને દંડ સાથે માસ્ક ફ્રીમાં આપવું જોઈએ તેવી પણ લોક માગ ઉઠેલી છે.