ETV Bharat / city

ભાવનગર મનપા કમિશ્નરે માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી

ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી પોતે પોઝિટિવ થઈને સ્વસ્થ થયા બાદ, 8 જ દિવસમાં તેમના માતાપિતાના અવસાનથી ગાંધી પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ભાવનગર મનપા કમિશ્નરે માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
ભાવનગર મનપા કમિશ્નરે માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
author img

By

Published : May 3, 2021, 8:47 PM IST

  • કમિશ્નર ગાંધીના માતાના નિધનના 8 દિવસ બાદ પિતાની વિદાઈ
  • કોરોનાને મ્હાત આપ્યા બાદ કમિશ્નરે માતાપિતાની છત્ર છાયા ગુમાવી
  • કમિશ્નર સહિત સમગ્ર ગાંધી પરિવાર શોકમય બન્યો

ભાવનગર: મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી છેલ્લા 13 માસથી કોવિડ સામેની લડાઈમાં થાક્યા વગર કામ કરી રહ્યા છે. ત્યારે, કમિશ્નરના પરિવાર પર કોરોના કહેર મંડરાઈ રહ્યો છે. ત્યારે, 8 દિવસ પૂર્વે તેમના માતાના અવસાન બાદ ગઈકાલ રવિવારે તેમણે પિતાજીની છત્રછાયા ગુમાવતા કમિશ્નર સહિત સમગ્ર ગાંધી પરિવાર શોકમય બની ગયો છે.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લા જેલમાં 3 કેદીઓ પોઝિટિવ બની સ્વસ્થ થયા, 210 કેદીઓનું કરાયું રસીકરણ

માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી

મહાનગરપાલિકાના કમિશ્નરના 85 વર્ષીય માતા કુસુમબેનનું 23મીએ તેમના ઘરે અવસાન થયું હતું. માતાના અવસાનનો આઘાત હજુ ઠર્યો નથી ત્યાં, શહેરના કમિશ્નરને કોરોના પોઝિટિવ આવ્યો અને તેમણે હિંમત પૂર્વક કોરોનાને મ્હાત આપી હતી. આ બાદ, રવિવારે તેમના પિતા અનંતરાય ગાંધીના અવસાન થયું હતું. તેમના પિતા બજરંગદાસબાપા હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા. ભાવનગર કમિશ્નર ગાંધીએ માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દેતા તેમના સહિત પરિવારજનો ભારે દુઃખી થઈ ગયા છે.

આ પણ વાંચો: ભાવનગરમાં કોરોનાના નવા 302 કેસ નોંધાયા, કુલ કેસ 10 હજારને પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.