ETV Bharat / city

ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા - Victory procession news

ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોના પરિણામ જાહેર થતા સરઘસો નીકળવા લાગ્યા હતા. ત્યારે ઘોઘાની તાલુકા પંચાયતના સાણોદર બેઠક પર જીત મેળવી નીકળેલા સરઘસ દરમિયાન હત્યાના બનાવથી ચારે તરફ ચર્ચા જાગી છે. પોલીસે આ બનાવને લઈને તપાસ હાથ ધરી છે.

પ્રૌઢની હત્યાનો બનાવ
પ્રૌઢની હત્યાનો બનાવ
author img

By

Published : Mar 3, 2021, 3:50 PM IST

  • વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા
  • પરિવારે ઉમેદવારના પતિ પર કર્યા આક્ષેપ
  • હત્યાને લઈને પોલીસ નોંધાઈ ફરિયાદ

ભાવનગર: જિલ્લાના સાણોદર ગામે કોંગ્રેસ મહિલા વિજેતા થતા સરઘસ નીકળ્યું હતું અને તે સમયે ગામના એક માત્ર પરિવારના મોભી અમરાભાઈ બોરીચા અને તેના પરિવાર પર હુમલો થયો હતો. જેમાં પરિવારે જીતેલા મહિલા ઉમેદવારના પતિ અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જો કે પોલીસે હાલ બનાવ બન્યો હોવાનું જણાવ્યું છે પણ સરઘસ કે મહિલા ઉમેદવારને પગલે કોઈ શબ્દ ઉચ્ચાર્યા નથી.

સાણોદર ગામે પ્રૌઢના હત્યા અને પરિવાર પર હુમલો

ભાવનગરના સાણોદર ગામે ઘોઘા તાલુકાની સાણોદર બેઠક પર ગામના મનીષાબેન વનરાજસિંહ ગોહિલનું વિજય સરઘસ નીકળ્યું હતું. આ દરમિયાન ગામમાં રહેતા અમરાભાઈ બોરીચા પર અજણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં અમરાભાઈનું સર.ટી હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવને લઈને મસમોટો પોલીસ કાફલો સર.ટી હોસ્પિટલ દોડી આવ્યો હતો.

ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા

પરિવારે જીતેલા ઉમેદવારના પતિ પર કર્યા આક્ષેપ

બનાવ બનવા પાછળ અમરાભાઈની દીકરી નિર્મળાએ મીડિયા સામે ખુલ્લો આક્ષેપ કર્યો હતો. નિર્મળા અને તેનો ભાઈ અને માતા ઉપર પણ હુમલો થતા ઈજાગ્રસ્ત થતાં સર.ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, ત્યારે અમરાભાઈની દીકરીએ નિર્મળાએ સરઘસ નીકળતા તેમના ઘર પર પથ્થરમારો અને બાદમાં પાછળથી આવીને ઘાતક હથિયાર વડે હુમલો કર્યાનું જણાવ્યું છે. અગાઉ પણ ફરિયાદ લખાવા જતા પોલીસે ફરિયાદ નહિ લીધી હોવાનું નિર્મળાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું. નિર્મળાએ જીતેલા ઉમેદવાર મહિલાના પતિના નામ સાથે આક્ષેપ કર્યો હતો.

પોલીસે બનાવને લઈને કહ્યું કે...

સાણોદર ગામે બનેલા બનાવમાં દિનેશ વી. કોડિયાતર DySP એસ.સી.-એસ.ટી. સેલે જણાવ્યું હતું કે, ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળના સાણોદર ગામે એક બનાવ બનવા પામેલ જેમાં અમરાભાઈ બોરીચાને ઇજા થતાં સર.ટી હોસ્પિટલમાં લાવતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે આગળની તપાસ ચાલું છે અને વખતો-વખતની જાણ કરવામાં આવશે. જો કે પોલીસે સરઘસ કે જીતેલા ઉમેદવાર વિશે કશું જણાવ્યું નથી પણ મૃતકનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.