ETV Bharat / city

મહાનગરપાલિકાએ ફરી રિબેટ યોજનાને લંબાવી: ઘરવેરામાં 12 ટકા જેવો લાભ હવે જુનમાં પણ મળશે - bmc news

ભાવનગર મહાનગરપાલિકાએ કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી પડી હોવાથી જેને ધ્યાનમાં લઈને ઘરવેરામાં લાભ આપવા ફરી રિબેટ યોજના લંબાવી દીધી છે. રિબેટ યોજનાને જૂન માસમાં 10 ટકા અને જુલાઈમાં 5 ટકા અને ઓનલાઇન ભરપાઈ થાય તો વધુ બે ટકા મળવા પાત્ર બનશે. યોજનાને લંબાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.

રિબેટ યોજનાને લંબાવી
રિબેટ યોજનાને લંબાવી
author img

By

Published : Jun 1, 2021, 3:07 PM IST

  • કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી
  • ઘરવેરામાં લાભ આપવા ફરી રિબેટ યોજના લંબાવી
  • યોજનાને લંબાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો

ભાવનગર: મહાનગરપાલિકાની મળેલી છેલ્લી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં ઘરવેરામાં ફરી રાહત આવી છે. રિબેટ યોજનાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ભાવેણાવાસીઓને 10થી 12 ટકા ફરી રાહત ઘરવેરામાં મળવા પાત્ર બની છે.

આ પણ વાંચો: ગ્યાસપુર સ્મશાનમાં ફરતે વાળ કરવાના કામને રદ કરતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો

કોરોનાકાળમાં રિબેટ યોજનાને ફરી લંબાવવામાં આવી

ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની મે માસમાં અંતિમ દિવસે 31 મેના રોજ મળેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગમાં રિબેટ યોજનાને લંબાવવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેને પાસ કરી દેવામાં આવ્યો છે. ગયા માસમાં પણ રિબેટ યોજના લંબાવવામાં આવી હતી અને ફરી બીજી વખત રિબેટ યોજના કોરોનાકાળમાં વધારવામાં આવી છે. જેથી ભાવેણાવાસીઓ હવે જુલાઈ સુધી રિબેટ યોજનાનો લાભ લઇ શકશે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી મળી

લોકોએ 60 કરોડ વેરો કર્યો ભરપાઈ

ભાવનગર શહેરમાં જોવા જઈએ તો, કરદાતાઓ ઓનલાઇન 72 ટકા આસપાસ છે અને વેરો ભરપાઇ કરદાતાઓ દ્વારા ઓનલાઇન આશરે પોણા પાંચ કરોડ કરવામાં આવ્યો છે. જે રિબેટ યોજના તળે ભરપાઈ થયો છે. એમ કુલ જોવા જઈએ તો, લોકોએ 60 કરોડ વેરો ભરપાઈ કર્યો છે .જૂન માસમાં લોકોને 10 ટકા રિબેટ અને ઓનલાઇન કરશે, તો 2 ટકા વધુ એટલે 12 ટકા રિબેટ મળવા પાત્ર બની છે. જ્યારે જુલાઈમાં 5 ટકા અને ઓનલાઇન કરે તો 7 ટકા રિબેટ મળશે. કોરોના સમયમાં આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ બીજી વખત મુદ્દત વધારો કર્યો છે. ભાવનગર જનતા માટે આ ખૂબ ફાયદા કારક બનશે. તેમ શાસકો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.